બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ટેક્સ પ્લાનિંગ: દર્શકની સમસ્યા - મૂકેશભાઇની સલાહ

ના રોજ પ્રકાશિત Fri, 16, 2017 પર 17:34  |  સ્ત્રોત : CNBC-Bajar

આવકવેરા કાયદાની કલમ 48 હેઠળ મૂડીનફાની ગણતરી થાય છે. લાંબાગાળાના મૂડી નફાની ગણતરી માટે ત્રિપાંખી જોગવાઇ યાદ રાખવી પડશે. ઇક્વિટી શેર્સ માટે એક વર્ષનો સમયગાળો, સ્થાવર મિલકત માટે ચાલુ નાણાંકીય વર્ષથી લાંબા ગાળાના મૂડીનફા માટેની ગણતરી 2 વર્ષની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. સોનું-ઝવેરાત, મ્યુચ્યુઅલ ફંડ અને બોન્ડ માટે 3 વર્ષની સમયમર્યાદા લાંબાગાળાના મૂડીનફા માટે નિયત કરવામાં આવી છે.


લાંબાગાળાના મૂડીનફામાં સૌથી મોટી રાહત ઇન્ડેક્સેશનની મળી છે. તમારી જૂની મિલકત જેમાં 1981ના વર્ષ પહેલાની હોય તો તેમાં ગત વર્ષથી ગણતરી 1-4-1981ને બેઝ યર ગણવાની જોગવાઇ કરવામાં આવી હતી. 2017ના અંદાજપત્રમાં આમાં મહત્ત્વનો સુધારો કરવામાં આવ્યો છે. સરકારે 1-4-1981ના બદલે 1-4-2001ને ઇન્ડેક્સેશન માટે બેઝ તરીકે ગણવામાં આવશે.


એપ્રિલ 2001 પહેલાંની મિલકત ધારણ કરેલી હોય તો એ મિલકતનું બેઝ યર એપ્રિલ 2001 ગણવામાં આવશે. 2001-02ના 100ના આંક સાથે ફુગાવાના આંક સાથે આંકડો વધીને ચાલુ નાણાંકીય વર્ષમાં 272 નક્કી કરવામાં આવ્યો છે. ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન 2011-12માં ખરીદ થયેલી મિલકત હોય તો આ વર્ષની ઇન્ડેક્સ કોસ્ટ ધ્યાનમાં લેવાની રહેશે.


ત્યારબાદ આ ઇન્ડેક્સ કોસ્ટને ચાલુ વર્ષના આંક 272ની સાથે ભાગાકાર કરવાનો રહેશે. આ ભાગાકારની જે રકમ આવે તેની સાથે ખરીદ કિંમતનો ગુણાકાર કરવાનો રહેશે. આ ગણતરી બાદ બજાર કિંમત અને ખરીદ કિંમત વચ્ચેનો જે તફાવત રહેશે તેના ઉપર લાંબાગાળાના મૂડીનફાનો ટેક્સ ભરવાનો રહેશે.


સવાલ
મારા પત્નીનું પાન કાર્ડ તેના પિતાના નામ અને સરનેમ સાથે છે જ્યારે આધાર કાર્ડમાં મારા નામ સાથે છે તો આ અંગે શું પ્રક્રિયા કરવાની રહેશે?


જવાબ
ઇ-ફાઇલિંગના પોર્ટલ પર આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિન્ક કરવાની પ્રોસેસ કરવાની રહેશે. આમાં નામની અને જેન્ડર સામ્યતા હશે તેના આધારે મોબાઇલ નંબર ઉપર ઓટીપી નંબર મળશે. આ ઓટીપી નંબર સાથે આપના આધાર કાર્ડને પાન કાર્ડ સાથે જોડવાની પ્રક્રિયા પૂર્ણ થશે.


સીબીડીટીએ આ અંગેનો તાજેતરમાં પત્ર બહાર પાડ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ જોગવાઇને ગેરબંધારણીય ન કહી શકાય પરંતુ આ સ્થિતિમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ લિન્ક કરવાના સમયને જોતાં વચગાળાની રાહત આપી છે. આ ઉપરાંત આધાર કાર્ડ મળી શક્યું નથી કે આધાર કાર્ડ મેળવી શક્યા નથી તેમના પાનકાર્ડને ખારીજ કરવાની જોગવાઇને નામંજૂર કરી છે.


જો બિનરહીશ હોવ તો આધાર કાર્ડ લેવાની જરૂર નથી અને પાનકાર્ડ કે આધારકાર્ડ લિન્ક કરવાની જરૂર નથી. સીબીડીટીએ કહ્યું કે 1 જુલાઇ બાદ ભરતાં રિટર્ન માટે આધાર કાર્ડની વિગત અથવા તો આધાર કાર્ડ માટે અરજી કરી છે તેની વિગતો આપવાની રહેશે.


સવાલ
વ્યક્તિના કેસમાં આધાર લિન્કની વાત કરી પરંતુ એચયુએફના કેસમાં કેવી રીતે લિન્ક કરવાનું રહેશે.


જવાબ
કોઇપણ વ્યક્તિ સિવાયના કેસમાં જેમ કે એચયુએફ, ભાગીદારી પેઢી કે ટ્રસ્ટના રિટર્નમાં ઓથોરાઇઝડ વ્યક્તિની વિગત આપવાની રહે છે. એચયુએફમાં ઓથોરાઇઝ્ડ વ્યક્તિ એચયુએફના કર્તા રહે છે. કોઇપણ વ્યક્તિનું આધાર કાર્ડ અને પાનકાર્ડની વિગત લિન્ક થયા બાદ તે વ્યક્તિ ભાગીદારી પેઢી, એચયુએફ, ટ્રસ્ટ કે કંપનીમાં ઓથોરાઇઝડ હશે તેનું પણ લિન્ક થઇ જશે.


સવાલ
મને શેર ટ્રેડિંગમાંથી નફો થાય છે તેમાં મારે કયું આઇટીઆર ફોર્મ ભરવાનું રહેશે.


જવાબ
તમારો નફો બિઝનેસ પ્રોફિટ છે કે વ્યક્તિગત આવક છે તે સમજવું જરૂરી છે. જો આપનો ધંધાકીય નફો હોય તો ધંધાકીય આવક ધરાવતું રિટર્ન ભરવાનું રહેશે. જો પ્રોપરાઇટર હોવ તો આઇટીઆર-3 ભરવાનું આવે છે. જ્યારે ભાગીદારી પેઢી હોવ તો આઇટીઆર-5 ભરવાનું આવશે. આ વ્યવહારોને મૂડીનફા તરીકે દર્શાવતાં હોવ તો આઇટીઆર-2 ભરવાનું રહેશે.