બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ટેક્સ પ્લાનિંગ: PPFમાં 3જી ઓક્ટોબરે એક સર્ક્યુલર આવ્યો છે તે શું છે?

ના રોજ પ્રકાશિત Fri, 24, 2017 પર 18:05  |  સ્ત્રોત : CNBC-Bajar

2003થી PPFમાં બિનરહીશ રોકાણ કરી શકતા નથી. પરંતુ 2003 પહેલાંના PPFના ખાતા હોય તો તે યથાવત રહે. તેમજ રહીશ તરીકે ખોલાવેલ PPF ખાતુ બિનરહીશ બન્યા બાદ તેની મેચ્યોરિટી સુધી ચાલુ રાખી શકાય છે. આ પરિસ્થિતિમાં 3 ઓક્ટોબર 2017ના નોટિફિકેશન હેઠળ મોટો સુધારો કરાયો છે. સર્ક્યુલર મુજબ જે-તે બિનરહીશના NRI બન્યા બાદ તે PPF ખાતુ બંધ થયેલું ગણાશે.


એનઆરઆઈ બન્યા બાદ તેના ઉપર માત્ર પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટના ખાતાનું વ્યાજ મળશે. પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટમાં 4% વ્યાજદર મળે છે અને આ સંજોગોમાં PPFના 7.8 કે 8%દરનો લાભ મળી શકશે નહીં. આ સર્ક્યુલર મુજબ આ સુધારો રેટ્રોસ્પેક્ટીવ અમલી બને તેવો ભય છે. દાખલા તરીકે 2010માં PPFમાં ખાતુ ખોલાવ્યુ છે ત્યારે રહીશ હોય તેવી વ્યક્તિ તે જો 2012માં NRI બને તો તેમનું PPF ખાતુ બંધ થયેલું ગણાશે.


તેથી 5 વર્ષમાં મળેલી વ્યાજની ચૂકવણી એનઆરઆઈના ખાતે જમા રકમની રિકવરી કરાશે? આ અંગેની કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સરકાર પાછલી તારીખથી નહિં પરંતુ 3 ઓક્ટોબર 2017થી આ સુધારો અમલી કરે તે વ્યાજબી છે. આ મુદ્દે સરકારને રજૂઆત કરવી જોઇએ. સરકાર આમાં સુધારો કરે તે જરૂરી રહેશે. હજુ કેટલાંક રોકાણકારોને આ પરિસ્થિતિની જાણ પણ નથી.

મ્ચુચ્યુઅલ ફંડના રોકાણ આકર્ષક બન્યા છે બે પ્રકારના પ્લાન છે એક રેગ્યુલર અને ડાયરેક્ટ વચ્ચેનો તફાવત શું છે અને રોકાણકારે કયા રોકાણ કરવું જોઇએ. મ્ચુચ્યુઅલ ફંડમાં રોકાણ જો ડિસ્ટ્રીબ્યુટર કે એજન્ટ દ્વારા કરવામાં આવે તો આવા ડિસ્ટ્રીબ્યુટર કે એજન્ટને મ્ચુચ્યુઅલ ફંડ કંપનીઓ કમિશન આપે છે. આ કમિશનની ચૂકવણી પારદર્શક નથી તેની વિગતો પણ આપવામાં આવતી નથી. આ કમિશન રેગ્યુલર પ્લાન હોય છે તેના ઉપર ચૂકવવામાં આવે છે.


જેમાં પ્રથમ વર્ષે અપફ્રન્ટ કમિશન અપાય છે ત્યારબાદ ટ્રેઈલિંગ કમિશન અપાય છે. 2013માં સેબીએ ડાયરેક્ટ પ્લાન મ્ચુચ્યુઅલ ફડમાં ઉમેર્યો છે. રેગ્યુલર પ્લાનની સાથે ડાયરેક્ટ પ્લાનની વિગતો પણ મ્ચુચ્યુઅલ ફંડે તેમની વેબસાઇટ પર દર્શાવવી પડે છે. રેગ્યુલર પ્લાનમાં વર્ષોવર્ષ જે રોકાણ કરાય તેના ઉપર એજન્ટ કમિશન ચૂકવાય છે. જે શરૂઆતના વર્ષોમાં કદાચ ધ્યાનમાં ન આવે પરંતુ લાંબાગાળે તમારા રિટર્નમાં તેની અસર દેખાશે. જ્યારે ડાયરેક્ટ પ્લાનમાં એજન્ટ કે ડિસ્ટ્રીબ્યુટરના ચાર્જિસ અમલી બનતા નથી. તેથી રેગ્યુલર પ્લાન કરતાં ડાયરેક્ટ પ્લાનમાં રોકાણ કરવું આકર્ષક છે.

સવાલ: મારી દિકરી પાસેથી 11,11,111 રૂપિયાની બક્ષિસ મળી છે તેના ઉપર કોઇ ટેક્સ લાગશે અને આ રકમ બેન્કમાં મૂક્યા બાદ થતી વ્યાજની આવક મારી આવકમાં ઉમેરાશે કે મારી પુત્રીની આવકમાં ઉમેરાશે?

જવાબ: બક્ષિસના કાયદા મુજબ સીધી લીટીના વારસદાર પાસેથી મળતી ભેટ ઉપર કોઇ ટેક્સ નથી. તેથી દિકરી તરફથી ગિફ્ટમાં મળેલી રકમ ઉપર કોઇ કરવેરો લાગશે નહીં. ક્લબિંગની જોગવાઇ પુખ્ત વયની દિકરી પાસેથી મળેલ બક્ષિસના સંદર્ભમાં લાગુ પડતી નથી. તેથી બક્ષિસમાંથી ઉદ્દભવતી રકમ ઉપર થયેલી આવક તમારી જ આવક ગણાશે. બક્ષિસમાંથી ઉદ્દભવતી આવક તમારી દિકરીની આવકમાં ઉમેરાશે નહીં.

સવાલ: મારી દીકરીનું PPF અને સુકન્યા સમૃદ્ધિ યોજના બંનેમાં રોકાણ કરી શકીએ?

જવાબ: દિકરીઓ માટે જન્મથી જ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવું જોઇએ. અત્યારે પણ 8.3 ટકાનો વ્યાજદર સંપૂર્ણપણે કરમુક્ત ગણવામાં આવે છે. આ ઉપરાંત રોકાણ સંબંધિત કપાતનો પણ લાભ મળે છે. પતિ-પત્નીના કેસમાં આયોજન એવું કરવું જોઈએ કે એક PPFમાં રોકાણ કરે જ્યારે બીજી વ્યક્તિ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરે. તેથી બંનેને સંબંધિત કપાતનો લાભ મળે.

સવાલ: મારી દિકરીની ઉંમર પરણવાલાયક થઇ ગઇ છે. હાલના તબક્કે દિકરીના નામે અલગ અલગ રોકાણો છે તો લગ્ન બાદ નવા સરનેમ સાથે નવું પાનકાર્ડ આવશે તો આ તબક્કે શું કાર્યવાહી કરવાની રહે.

જવાબ: મેરેજ સર્ટિફિકેટના આધારે નવું પાનકાર્ડ મેળવી શકો છો. નવું પાનકાર્ડ મેળવવાની સાથે જૂનું પાનકાર્ડ સરેન્ડર કરાવવાનું રહેશે. એક વ્યક્તિના નામે બે સાથે પાનકાર્ડ રાખી શકાશે નહીં. જ્યાં રોકાણો છે ત્યાં પણ મેરેજ સર્ટિફિકેટના આધારે નામ બદલાવીને રોકાણ ચાલુ રાખી શકાશે. જ્યાં રોકાણો છે ત્યાં નવું પાનકાર્ડ રજૂ કરવાનું રહેશે. પાનકાર્ડને લઇને રોકાણોને ડિસ્ટર્બ કરવાની જરૂર નથી.