બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજરઃ હોળીમાં શું હોમશો?

ના રોજ પ્રકાશિત Wed, 23, 2016 પર 08:44  |  સ્ત્રોત : Moneycontrol.com

પર્સનલ ફાઈનાન્સની વાત કરીએ એટલે સૌપ્રથમ ધ્યાન જાય સારી આવક પર અને જો આ સારી આવકને સારી બચત અને સારા રોકાણમાં ફેરવી શકાય તો એને કહેવાય યોગ્ય ફાયનાન્શિયલ પ્લાનિંગ. મની મેનેજરમાં આજે હોળી અને આપણા રોકાણ વિશે, ક્યાં રોકાણની કરવી જોઈએ હોળી? શું સાવચેતી રાખવી રોકાણમાં.

હોળી એટલે નકારાત્મક શક્તિઓનો નાશ કરી હકારાત્મક શક્તિઓ સામે વિજયનો તહેવાર. અધર્મ સામે ધર્મની લડત. હોળીના દહન સાથે આપણા આસપાસની શક્તિઓ જેવી રીતે નાશ પામે છે, તેમ જ આપણા રોકાણમાં પણ થયેલી નકારાત્મકતાને આ તહેવારમાં દૂર કરવાનો નિર્ણય લેવો જોઈએ. શું હોઈ શકે તમારા રોકાણમાં હોળીમાં હોમવા જેવા પગલાઓ, જણાવશે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અને યોગિક વેલ્થ પુસ્તકના લેખક ગૌરવ મશરૂવાલા.

રોકાણમાં માત્ર ટીપ્સના આધારે રોકાણ ન કરો. લોકોની દેખાદેખી કરી રોકાણ ન કરવું જોઈએ. બીજા લોકો સાથે તુલના કરી પોતાનું રોકાણ ન કરાય. નાણાંકિય ધ્યેય વિચાર્યા વિના રોકાણ ન કરવું. ઈન્શ્યોરન્સ જઝ્રરિયાત અને પરિસ્થિતીને અનુઝ્રપ લેવાય. જીવન વિમો પરિવારના મુખ્ય વ્યક્તિના મ્ત્યુ બાદ ખુબ ઉપયોગી. આરોગ્ય વિમો બિમાર નહિં પડો તેવી ધારણા બાંધી ન ચાલવું પણ ખરીદવો. વિસ્તાર પ્રમાણે હોસ્પિટલના ભાવ હોય છે તો તે મુદ્દો પણ ધ્યાનમાં રાખવો. રોકાણ સટ્ટો કે જુગારના ઉદ્દેશ્યથી ન કરવું.


કોઈની સલાહ માનતા પહેલા જાતે ચકાસણી કરવી. નાણાં કમાવવા અને તેને સાચવવા તેમજ જાળવણી કરવી અલગ છે. કમાયા બાદ રોકાણ કરો તો પરિવારને જાણકારી આપવી. દરેક રોકાણની જાણકારી પરિવારને આપવી. સ્ત્રીઓ ઘરની લક્ષ્મીની જાળવણી કરી જાણે છે. દરેક રોકાણનું યોગ્ય ડોક્યુમેન્ટેશન કરવું જોઈએ. જો ડોક્યુમેન્ટ યોગ્ય સાચવ્યા હોય તો ઘણા રોકાણમાં નુકશાન થતું બચે છે. રોકાણમાં કોઈની ઈર્ષા ન કરવી.