બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય રોકાણમાં શું રણનીતિ રાખવી?

ના રોજ પ્રકાશિત Fri, 29, 2020 પર 15:14  |  સ્ત્રોત : CNBC-Bajar

તૈયારીની 6 સ્માર્ટ ટિપ્સ

- ઇમરજન્સી ફંડને વધારો.
- EMI ભરવા માટે ડિજીટલ પેમેન્ટ કરો.
- લાંબા ગાળાના રોકાણને ઉતાવળે બંધ ન કરો.
- હેલ્થ પૉલિસીનું રિવ્યૂ કરો.
- બજેટ અને રોજના ખર્ચને રિવ્યૂ કરો.
- તમારા રોકાણને કાયમી રિવ્યૂ કરતા રહો.

સવાલ: મહિને ₹50,000નો ખર્ચ છે અને વર્ષે ₹3 લાખ રિટર્ન મેળવવાનો લક્ષ્ય છે, કઇ રીતે રોકાણ કરૂ તો લાભ થશે?

જવાબ: વિશાલ પટેલને સલાહ છે કે વોલેટેલિટી ન હોય ત્યાં રોકાણ કરવાની સલાહ છે. વધુ વળતર જોઇતું હોય તો કોર્પોરેટ FDમાં તક છે.

સવાલ: નિપ્પોન ઇન્ડિયા ફોક્સ્ડ ઇક્વિટી ગ્રોથ પ્લાનમાં રોકાણ કરૂ છું. NAV નેગેટિવમાં છે, શું કરવું જોઇએ?

જવાબ: સની ચોવટિયાને સલાહ છે કે SIP રોકાણમાં બધાને નેગેટિવ રિટર્ન છે. બધા ઇક્વિટી રોકાણમાં હાલ નેગેટિવ રિટર્ન છે. હમણાં ₹2000 વધુ ન લાગતા હોય તો ચાલુ રાખો.

સવાલ: માર્કેટમાં હાલના માહોલ પ્રમાણે શું મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા કાઢી લેવાઇ?

જવાબ: તોફિક ભૂતિયાવાલાને સલાહ છે કે MFમાં NAV પર પૈસા મળી શકે છે તેનો લાભ. લિક્વિડિટીનો લાભ MFમાં રહે છે. એસેટ એલોકેશન યોગ્ય હશે તો ફેરફાર ન કરો.

સવાલ: લોન ભરવા માટે મોરેટોરિયમનો લાભ લેવો જોઇએ કે નહીં?

જવાબ: ઉમેશ રાજપૂતને સલાહ છે કે મોરેટોરિયમનો લાભ સારો લાગશે પરંતુ શર્તો છે. આ હાલ પુરતી રાહત છે પરંતુ લાંબાગાળે અસર કરશે. જો પૈસાની આવક હોય તો લોન ભરવી હિતાવહ છે. કેશની અછત છે તો SIP બંધ કરી EMI ભરો.

સવાલ: નોકરીમાં પગારકાપ આવ્યો છે, આવક ₹25 હજાર પ્રતિ મહિને પહોંચી છે, ₹15 હજાર પ્રતિ મહિનાનો EMI છે, SIPમાં ₹5 હજારનું રોકાણ, શું કરવું?

જવાબ: રાજ મહેતાને સલાહ છે કે EMI નહીં ભરો તો વ્યાજ વધી જશે જે હિતાવહ નથી. SIP બંધ કરીને EMI ભરવાની સલાહ છે.

સવાલ: RBI બૉન્ડમાં રોકાણ RBIએ બંધ કરી દીધું છે. એક સારો રોકાણનો વિકલ્પ હતો, હવે શું વિકલ્પ રહેશે?

જવાબ: શ્રુતિ વ્યાસને સલાહ છે કે RBI બૉન્ડમાં રોકાણ બહુ સુરક્ષિત હતું. હવે RBI ફરી ચાલુ કરે તેની રાહ જોવાનો જ વિકલ્પ છે. વરિષ્ઠ નાગરિક માટે PM વય વંદના યોજના વિકલ્પ છે. PPFમાં પણ સારા રિટર્ન મળવાની શક્યતા છે. ડેટ ફંડમાં સલાહ લઇને રોકાણ કરજો.

સવાલ: વરિષ્ઠ નાગરિક માટે રોકાણના શું વિકલ્પો છે?

જવાબ: અંકુર યાજ્ઞિકને સલાહ છે કે વરિષ્ઠ નાગરિક માટે PM વય વંદના યોજનામાં તક છે.

સવાલ: ફિક્સ્ડ ડિપોઝિટમાં વ્યાજ દર ઘટી રહ્યા છે તો શું કરવું જોઇએ?

જવાબ: શિવાંગ દવેને સલાહ છે કે લાંબા ગાળા માટે FDમાં રોકાણ ન કરો. FDમાં 1-2 વર્ષનો ગાળો રાખીને રોકાણ કરો.