બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય રોકાણમાં શું રણનીતિ રાખવી?

ચાલો જાણીએ દર્શકોના પ્રશ્નોના જવાબ જાણીશું ફુલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ & એડવાઇઝર્સનાં સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર અને યોર્સ ફાઇનાન્શિયલી બુકનાં કલ્પેશ આશર પાસેથી.
ના રોજ પ્રકાશિત Fri, 19, 2020 પર 14:16  |  સ્ત્રોત : CNBC-Bajar

ચાલો જાણીએ દર્શકોના પ્રશ્નોના જવાબ જાણીશું ફુલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ & એડવાઇઝર્સનાં સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર અને યોર્સ ફાઇનાન્શિયલી બુકનાં કલ્પેશ આશર પાસેથી.


સવાલ: હાલ મારી ICICI વેલ્યુ ડિસ્કવરી, DSP સ્મોલ અને HDFC હાઈબ્રીડ ફંડમાં રોકાણ છે. મારે એ બંધ કરવી જોઈએ?

જવાબ: રોશન પોદ્દારને સલાહ છે કે વૈશ્વિક બજારમાં આવેલો ઘટાડાની અશર MF પર પડશે. ICICI વેલ્યુ ડિસ્કવરી અંડરપર્ફોર્મિંગ છે. ICICI પ્રુ. નિફ્ટી ઈન્ડેક્સમાં રોકાણ કરી શકાય. બ્લુચીપ ફંડમાં રોકાણ કરી શકાય. HDFC હાઈબ્રીડને બદલે HDFC ટોપ 100 ફંડ લો.

સવાલ: છેલ્લાં 5 વર્ષમાં SIP દ્વારા ICICI વેલ્યુ ડિસ્કવરીમાં ₹3 લાખનું રોકાણ કર્યું છે. મારે બનેલા રહેવું કે એક્ઝિટ લેવી જોઈએ?

જવાબ: ભાવેશ સુરાનાને સલાહ છે કે હાલમાં બહાર નીકળશો તો 1% એક્ઝિટ લોડ લાગશે.

સવાલ: IDBI સ્મોલ કેપ બે વર્ષ અગાઉ રોકાણ કર્યું હતું. હવે પર્ફોર્મન્સ ઘટ્યું છે. શું કરવું જોઈએ?

જવાબ: બનવરલાલને સલાહ છે કે IDFC ફંડ હાઉસમાંથી બહાર નીકળો. SBI સ્મોલ કેપ એક સારો વિકલ્પ છે. નિપ્પોન સ્મોલ કેપમાં રોકાણ કરી શકાય છે. ટોપ 10 AMCમાં રોકાણ કરો. DSP સ્મોલ કેપ સ્કીમમાં પણ રોકાણ કરી શકાય છે.

સવાલ: HDFC ચિલ્ડ્રન્સ ગિફ્ટ ફંડમાં લાંબાગાળા માટે રોકાણ કરી શકાય?

જવાબ: આકાશ કુમારને સલાહ છે કે આવા નામને ધ્યાનમાં રાખીને રોકાણ ન કરો. તમારા લાંબાગાળાના હેતુને ધ્યાનમાં રાખો. કેટલી રકમ રાખવી તે નક્કી કરી શિસ્તતા કેળવો. ઈન્ડેક્સ ફંડ અને મલ્ટી કેપ ફંડમાં રોકાણ કરો. SBI ફોકસ્ડ ઈક્વિટી ફંડ સારો વિકલ્પ છે. આવા ફંડના નામ માત્ર આકર્ષવા માટે રાખાય છે. ફંડની અંડર લાઈંગ સિક્યોરિટી કઈ છે તે જુઓ.

સવાલ: આદિત્ય બિરલા સન લાઈફ ઈક્વિટી અને કેનેરા રોબેકો ઈમર્જિંગ ઈકવિટીમાંથી કયા ફંડમાં રોકાણ કરવું?

જવાબ: કેનેરા રોબેકોની સ્કીમ વળતરમાં ABSL કરતા સારી. કેટેગરી મુજબ ABSL મલ્ટિકેપમાં રોકાણ કરે છે. કેનેરા રોબેકો લાર્જ-મિડ કેપ ફંડમાં રોકે છે. તમારી પસંદગી મુજબ કોલ લઈ શકો છો.

સવાલ: 56 વર્ષની ઉંમર છે. 3,5 અને 7 વર્ષ માટે રોકાણ કરવું હોય તો કયા ફંડમાં રોકાણ કરી શકાય? ટેક્સ બેનિફિટ માટે ELSS માં રોકાણ કરી શકાય?

જવાબ: ગીતા રાણાને સલાહ છે કે 3 વર્ષ માટે ડેટ ફંડમાં રોકાણ કરી શકાય. ડેટ ફંડમાં સારી સ્કીમમાં રોકાણ કરવું. 5 વર્ષ માટે ડેટ અને ઈક્વિટી ઈન્ડેક્સ ફંડ સારા છે. 7 વર્ષ માટે લાર્જ અને મલ્ટીકેપ ફંડ સારા છે.

સવાલ: 3 મહિના માટે EMI ન ભરવું શું સુરક્ષિત પગલું કહી શકાય?

જવાબ: નેવિલ તેજાણીને સલાહ છે કે શક્ય હોય તો લોન ભરી દો, મોરેટોરિયમ ન માગો. ભવિષ્યમાં હાલની ન ચૂકવણીની પણ ગણતરી થશે.