બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: અન્યૂઈટિ એટલે શું?

અન્યૂઈટિ એટલે એક નિર્ધારીત સમયગાળામાં ચોક્કસ પણે મળતી રકમ જે તમારા રોકાણમાંથી ઉપજેલી હોય. તો આજે આ ખુબજ રસપ્રદ મુદ્દા પર અમે તમને ડિટેલમાં માહિતી આપીશું.
ના રોજ પ્રકાશિત Mon, 30, 2016 પર 12:54  |  સ્ત્રોત : CNBC-Bajar

પર્સનલ ફાઈનાન્સની વાત કરીએ એટલે સૌપ્રથમ ધ્યાન જાય સારી આવક પર. અને જો આ સારી આવકને સારી બચત અને સારા રોકાણમાં ફેરવી શકાય તો એને કહેવાય યોગ્ય ફાયનાન્શિયલ પ્લાનિંગ. મની મેનેજરમાં આજે જાણીશું અન્યૂઈટિ એટલે શું? કેવી રીતે કરી શકો રોકાણ? શું કરવું જોઈએ?

અન્યૂઈટિ શબ્દમાં જ એનો અર્થ દર્શાવામાં આવ્યો છે. અન્યૂઈટિ એટલે એક નિર્ધારીત સમયગાળામાં ચોક્કસ પણે મળતી રકમ જે તમારા રોકાણમાંથી ઉપજેલી હોય. તો આજે આ ખુબજ રસપ્રદ મુદ્દા પર અમે તમને ડિટેલમાં માહિતી આપીશું. અને કોના માટે આ રોકાણ શ્રેષ્ઠ બની રહે છે તેના વિશે પણ જાણકારી આપીશું. તો આ દરેક જાણકારી આપવા આપણી સાથે જોડાઈ રહ્યાં છે યોગિક વેલ્થ પુસ્તકના લેખક અને સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા.

અન્યૂઈટિ રોકાણ મોટાભાગે અન્યૂઇટિમાં વળતર અને રકમ નિશ્ચિત રાખવામાં આવે છે. નિવૃત લોકો માટે આ રોકાણ વરદાન રૂપ બની રહે છે. અન્યૂઈટિના પ્રકાર ઈન્શ્યોરન્સની અન્યૂઈટિ, સિન્થેટિક રિક્રિયેટેડ પ્લાન. અન્યૂઈટિમાં રોકાણના તબક્કા નિવ્ત્તીના પ્લાનિંગ સમયે રેગ્યુલર આવક બંધ થાય ત્યારે. ઘણા અન્યૂઈટિ પ્લાન તમારા મૃત્યુ સાથે જોડાયા હોય છે.


અન્યૂઈટિ સર્ટનમાં પહેલાથી સમયગાળો નક્કી કરવામાં આવે છે. વેસ્ટર્ન દેશોમાં ફૂગાવાના દરના આધારે અન્યૂઈટિ નક્કી થાય છે. મોટાભાગની અન્યૂઈટિ ફૂગાવાના દરને નથી પહોંચી શકતી. આરબીઆઈના બોન્ડના રોકાણની આવક હોય તો કદાચ ફૂગાવાના દરને પહોંચી શકાય. તમારી જરૂરીયાતના આધારે અન્યૂઈટિનું રોકાણ કરવું જોઈએ. ભંડોળ એકઠું થાય ત્યારબાદ અન્યૂઈટિનો વિકલ્પ નક્કી કરવો જોઈએ. અન્યૂઈટીનો રોકાણનો અને વળતરનો સમય નિશ્ચિત હોય છે.


સ્ત્રીઓ માટે અન્યૂઈટિની રકમ ઓછી હોય છે. સ્ત્રીઓ માટે ઈન્શ્યોરન્સનું પ્રમિયમ પણ ઓછું હોય છે. એનએસસીમાં રોકાણ એ અન્યૂઈટિનો વિકલ્પ હોય છે. મ્યુચ્યુઅલ ફંડની એનએવી કે રિવર્સ મોર્ગેજ એક વિકલ્પ છે. મ્યુચ્યુઅલ ફંડના માસિક આવક પ્લાનના ગ્રોથ ઓપ્શનમાં રોકાણ કરી શકાય. સિન્થેટિક અન્યૂઈટિ ઓપ્શનમાં મ્યુચ્યુઅલ ફંડમાં અનસર્ટેનિટી છે. અન્યૂઈટિ પોર્ટફોલિયો બનાવા સમયે એક જગ્યાએ જ રોકાણ ન કરવું.