બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

વુમન્સ ડે સ્પેશલ મની મૅનેજર

ના રોજ પ્રકાશિત Tue, 08, 2016 પર 17:58  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાંની બચત અને ખર્ચ એ દરેક વ્યક્તિ માટે રોજીંદી બાબત છે. દરરોજ આપણે ખર્ચ પણ કરીએ છીએ અને બચત માટે આપણે સભાન પણ છીએ, છતાં ઘણી વખત એવુ બનતુ હોય છે કે જીવનનાં કોઇ પડાવ પર આપણને એવુ લાગે છે કે આયોજનમાં ક્યાંક ચૂકી ગયા. મની મેનેજર સેલિબ્રેટ કરી રહ્યું છે. વુમન્સ ડે સ્પેશલ આજે વાત કરીશુ કઇ રીતે મહિલાઓએ કરવુ જોઇએ. રોકાણ  મહિલાઓ માટે પર્સનલ ફાયનાન્સ પ્લાનિંગ.

આજે છે આંતરરાષ્ટ્રિય વુમન્સ ડે, અને ભારતીય સંસ્કૃતિમાં તો આદિકાળથી નારીના મહત્વને સમજાવાયુ છે. આજની નારી લગભગ પુરૂષ સમોવડી બની ચુકી છે. દરેક ક્ષેત્રમાં નારીએ પોતનુ આગલુ સ્થાન મેળવ્યુ છે આજની નારી પોતાના પગ ઉપર ઉભી છે અને આર્થિક સ્વંતત્ર છે અને હવે આજની નારીને જરૂર છે પોતાના પર્સનલ ફાયનાન્સને બરાબર સમજી અને યોગ્ય આયોજનની.


તો આજે વુમન્સ ડે નિમત્તે મની મૅનેજરમાં આજ મુદ્દે આપણે વાત કરીશુ અને આજે જાણકારી લઈશું ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશર અને કોટક મહિન્દ્રા એએમસી લિ.નાં, સીઆઈઓ-ડૅટ એન્ડ હેડ પ્રોડક્ટ, લક્ષ્મી ઐય્યર પાસેથી.

કલ્પેશ આશરનાં મતે ઈપીએફ પરનો ટેક્સ રોલ બેક કરાયો છે એ મોટી રાહત છે. એનપીએસનાં કાયદામાં કોઈ ફેરફાર નથી એ પણ સારી બાબત છે. આજની મહિલાઓ વિવિધ વ્યવસાય કર છે અને નાણાંકિટ રીતે સ્વતંત્ર છે. પરણિત વર્કિગ વુમન અને સિંગલ વુમન પણ ઘણી આગળ વધી છે. મહિલાઓમાં નાણાંકીય જાગૃતતા અને જાણકારીનો અભાવ જોવા મળે છે. નાણાકીય ક્ષેત્રે મહિલાઓએ સ્વતંત્ર બનવા પ્રયાસ કરવા જોઈએ. પરણિત અને વ્યવસાયિક મહિલાઓ સુપર વુમન છે.


પરિણત અને વ્યવસાયિક મહિલાઓ એક સાથે ઘણા કાર્યો કરે છે. પરિણત અને વ્યવસાયિક મહિલાઓને પતિનો સાથ મળવો જરૂરી છે. સિંગલ વુમને દરેક નિર્ણય એકલા લેવા પડતા હોય છે. ફાઈનાન્શિયલ લિટર્સી મહિલાઓ માટે ઘણી જરૂરી છે. મહિલાઓ માટે આવકનો સ્ત્રોત મજબૂત હોવો જરૂરી છે. મહિલાઓએ ટર્મ પ્લાન દ્રારા પોતાના બાળકોનુ ભવિષ્ય સુરક્ષિત કરવુ જોઈએ. મહિલાઓએ પોતાના નાણાંકિય નિર્ણય લેતા ભાવનાત્મક ન થવુ જોઈએ.

લક્ષ્મી ઐય્યરનાં મતે ઈપીએફ પરનો ટેક્સ રોલ બેક એ એક સકારાત્મક પગલુ છે. હજુસુધી ઘણા લોકો માને છે કે ફાઈનાન્સિયલ ક્ષેત્ર પુરૂષો માટેનું છે. મહિલાઓએ હવે ઘીમે ઘીમે ફાઈનાન્સ ક્ષેત્રમાં આગળ વધી રહી છે. નાણાંકીય ક્ષેત્રમાં મહિલા કે પુરૂષ હોવુ જરૂરી નથી પરંતુ સાચી સલાહ મહત્વની છે. માત્ર આવક ઉભી કરવી એ જરૂરી નથી પરંતુ મહિલાઓએ રોકાણ અંગ પણ જાણવુ જોઈએ. આપણે નાણાંકીય નિર્ણય ન લઈ શકીએ એવી માન્યતા મહિલાઓએ છોડી દેવી જોઈએ.


હાલમાં ઘણા ફાયન્શિયલ અભ્યાસ ક્રમો પણ ચાલતા હોય છે, તે પણ શીખી શકાય. મહિલાઓએ ફાઈનાન્શિયલ સમાચારો વાચવા અને જોવા જોઈએ. મહિલાઓએ ફાયનાન્સિયલ એડનાઈસ પણ લઈ શકે છે. ફાઈનાન્શિયલ ક્ષેત્રે મહિલાઓ હજુ ઘણુ વધુ કરી શખે છે. રોકાણ તમારા ધ્યેયના સમયગાળાના આધારે કરવુ જોઈએ. લાંબાગાળના ધ્યેય માટે ઈકવિટીમાં રોકાણ કરી શકાય છે. એસઆઈપી મારફતે ધીમે ધીમે સારી રીતે રોકાણ કરી શકાય. 5 થી 10% વધુ સોનામાં રોકાણ ન કરવુ જોઈએ.