બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

તમારા PF ખાતામાં આ સપ્તાહ આવી શકે છે, વ્યાજના પૈસા, તમારા મોબાઇલથી SMS મોકલીને જાણો બેલેન્સ

EPFO: પીએફ (PF) એકાઉન્ટ ધારકોને આ સપ્તાહ સુધીમાં સારા સમાચાર મળી શકે છે.
ના રોજ પ્રકાશિત Wed, 28, 2021 પર 15:34  |  સ્ત્રોત : CNBC-Bajar

EPFO: પીએફ (PF) એકાઉન્ટ ધારકોને આ સપ્તાહ સુધીમાં સારા સમાચાર મળી શકે છે. જો તમે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)ના સભ્ય છો, તો તમને ફાયદો થશે. ખરેખર, મોદી સરકારે નાણાકીય વર્ષ 2020-21 માટે 8.5 ટકા વ્યાજને મંજૂરી આપી છે. જો મીડિયા રિપોર્ટનું માનો તો જુલાઈના અંતમાં PFના પૈસા ટ્રાન્સફર થઇ શકે છે. એટલે કે 31 જુલાઈ સુધી PF એકાઉન્ટ હોલ્ડર આશા કરી રહ્યા છે તે તેમના પીએફ અકાઉન્ટમાં પૈસા આવશે.


એવી રીતે ચેક કરી શકો છો બેલેન્સ


SMSના દ્વારા જાણો બેલેન્સ


1 જો તમારો UAN નંબર EPFOની પાસે રજિસ્ટર્ડ છે તો તમારી PFના બેલેન્સની જાણકારી મેસેજ દ્વારા પ્રાપ્ત થશે. આ માટે તમારે 7738299899 પર EPFOHO લખીને મોકલવો પડશે. તમારી PFની જાણકારી મેસેજ દ્વારા મળી જશે.


જો તમને હિન્દી ભાષામાં માહિતી જોઈએ છે, તો તમારે EPFOHO UAN લખીને મોકલવી પડશે. પીએફ બેલેન્સ જાણવા માટેની આ સેવા અંગ્રેજી, પંજાબી, મરાઠી, હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળીમાં મળી રહી છે. પીએફ બેલેન્સ માટે જરૂરી છે કે તમારું UAN, બેન્ક અકાઉન્ટ, પાન (PAN) અને આધાર (Addhar)ને લિંક હોવું જરૂરી છે.


મિસ્ડ કૉલ દ્વારા જાણો બેલેન્સ મોબાઇલ નંબરથી તમારે 011-22901406 પર મિસ્ડ કૉલ આપવો પડશે. આ પછી, EPFOના મેસેજ દ્વારા PFની ડિટેલ મળી જશે. અહીં પણ તમારું UAN, પાન અને આધાર લિંક હોવું જરૂરી છે.