બજાર » સમાચાર » વિદેશ

Lockdown પછી Tourismને વધારવા માટે ન્યુઝીલેન્ડમાં 4 દિવસ કામ 3 દિવસની રજા!

ના રોજ પ્રકાશિત Fri, 22, 2020 પર 16:41  |  સ્ત્રોત : Moneycontrol.com

ન્યુઝિલેન્ડ સરકાર દેશમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે લોકડાઉન પછી સપ્તાહમાં 4 દિવસના કામ અને 3 દિવસની રજાના પેટર્નને લાગુ કરવા પર વિચારણા કરી રહી છે. તેમનું માનવું છે કે આનાથી દેશમાં આર્થિક ગતિવિધિયોમાં ઝડપી આલી શકે છે. સરકારે એના પર ચર્ચા શરૂ થઈ છે.


સમગ્ર વિશ્વમાં ફેલાએલા કોરોના સંક્રમણને કારણે વિશ્વના મોટાભાગના દેશોમાં લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી. કેટલાક દેશોએ આ લોકડાઉનનું સખત રીતે પાલન કર્યું છે. આને કારણે, આ દેશોમાં કોરોના નિયંત્રણમાં આવી ગયા છે. આ પછી, ન્યુઝિલેન્ડ સરકારે દેશમાં 4 દિવસ કામ અને 3 દિવસની રજાનું પ્રસ્તાવ મૂક્યૂ છે, જેના કારણે, લોકોને લાંબો વીકેન્ડ ણળવાથી લોકો મુસાફરી માંટે બહાર નીકળશે, જે પર્યટન ઉદ્યોગમાં ઝડપી આવશે જે દેશમાં અર્થવ્યવસ્થા માટે ફાયદાકારક રહેશે.


મહારાષ્ટ્ર ટાઇમ્સમાં છુપાએલા સમાચાર મુજબ, ન્યુઝિલેન્ડના વડા પ્રધાન જેકિંડા આર્ડર્ને દેશના નાગરિકોને સંબોધિત કરતી વખતે આ નવા પેટર્નની સૂચના આપી છે. ન્યુઝીલેન્ડમાં લૉકડાઉન હટાવ્યા પછી દૈનિક જીવન સામાન્ય રીતે ફરી શરૂ થયું છે. અર્થવ્યવસ્થામાં વધારો કરવા માટે અનેક કાર્યલય પણ શરૂ કરવામાં આવી છે. જો કે, લોકડાઉન દરમિયાન, ઘણી કંપનીઓ વર્ક ફ્રોમ હોમની રીતે કામ કરી રહી છે.


વડા પ્રધાન આર્ડેર્ને સ્પષ્ટ કર્યું છે કે લોકડાઉન ખુલ્યા બાદ જે સપ્તાહમાં 4 દિવસ કામ અને 3 દિવસ રજા માટેની ભલામણ કરી છે તેના અંતિમ નિર્ણય કર્મચારી અને કંપની દ્વારા લેવામાં આવશે જો કે, દર સપ્તાહ 3 દિવસની રજા મેળશે તો કર્મચારીઓ બહાર જશે અને ખર્ચ કરશે, મુસાફરી કરશે, ચાલશે, જેનાથી ઇકોનૉમીને ફાયદો થશે.


બજાવી દઇએ કે ન્યૂઝીલેન્ડની મોટી સંખ્યામાં વિદેશી પર્યટકો ફરવા માટે આવે છે. ન્યુઝીલેન્ડના અર્થતંત્રમાં પર્યટનનો મોટો યોગદાન છે. કોરોના સંક્રમણનો સૈથી વધારે અસર ન્યુઝીલેન્ડના પર્યટન ઉદ્યોગને થયો તેથી, સરકાર પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સરકારે અનેક પગલાં લઈ રહી છે.