બજાર » સમાચાર » વિદેશ

UAEના પછી, IMFએ આર્થિક મોર્ચે પર આપ્યા પાકિસ્તાનને ફટકો, લોન આપવાથી કરી શકે છે ઇનકાર

ના રોજ પ્રકાશિત Thu, 24, 2020 પર 15:22  |  સ્ત્રોત : Moneycontrol.com

વિદેશી દેવું પ્રપ્ત કરવાના મુદ્દા પર પાકિસ્તાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ઇમરાન ખાન દ્વારા તેના સ્તર પર વિદેશી મુલ્રોથી સારા સંબંધ બનાવિને તેમની લોન મેળવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ એક પછી એક દેશ લોન આપવાના મામલામાં તેમનો સાથ છોડી દેતો જોવા મળે છે. હાલમાં સંયુક્ત અરબ અમીરાત (UAE)એ પાકિસ્તાનને લોન આપવાનો ઇનકાર કર્યો હતો, હવે એવા સમાચાર આવી રહ્યા છે કે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) દ્વારા પણ તેને દેવું આપવાના નિર્ણય પર રોક લગાવી શકે છે.


ન્યૂઝ 18 અનુસાર, આઇએમએફએ પાકિસ્તાનને જોરદાર ઝટકો આપ્યો છે તેમણે કહ્યું છે કે તે પાકિસ્તાનને ટૂંકા ગાળાના ધિરાણ પર રોક લગાવી શકે છે. પહેલેથી જ કોરોનાને કારણે આર્થિક સંકટ સાથે ઝઝૂમતી પાકિસ્તાનની હાલત આઈએમએફના આ વલણને કારણે અને પાતડી થઇ શકે છે કારણ કે પાકિસ્તાનને આવતા નાણાકિા વર્ષ માટે 1 લાખ કરોડ રૂપિયાની જરૂરત રહેશે.


હંમેશની જેમ, પાકિસ્તાન આવી લોન માંથી આવા ફરજિયાત બજેટરી જોગવાઈઓ માટે ભંડોળ ઉભું કરતું હતું અને આ વર્ષે તેને પાછલા વર્ષના બજેટ કરતા લગભગ 1.5 ટકા વધુ રકમની જરૂર પડશે, જોકે હાલમાં પાકિસ્તાન માટે આ રકમ હાલના ટેક્સ સ્ટ્રક્ચરમાં એકત્ર કરવા માટે મુશ્કેલ દેખાય રહ્યું છે.


IMFના અંદાજ મુજબ, પાકિસ્તાનના નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દેશને તેની જરૂરીયાતોને પૂર્ણ કરવા માટે ટૂંકા ગાળાની અને મધ્યમ સમયના લોનની જરૂર પડશે. જેના વિના સુતારૂ રૂપથી સરકારનું કામ સરળતાથી નહીં ચાલશે. પરંતુ સાઉદી અરેબિયા, યુએઈ અને ચીન પાસેથી મોટા પાયે ઉધાર છેલ્લા કેટલાક વર્ષોમાં લેવાને કારણે આવનારા સમયમાં પાકિસ્તાનનું દેવું મેળવવું મુશ્કેલ બનશે.


ઇકોનોમિક એક્સપર્ટના કહેવા પ્રમાણે, પાકિસ્તાનમાં આમતો આવક ટેક્સ ભરવા વાળાની સંક્યા ખૂબ ઓછી અને બીજા તરફ છેલ્લા 7 મહિનામાં વસૂલી પણ બરાબર નહીં થઇ શકે.


કોરોનાને કારણે સંસ્થા બંધ થવાને કારણે, આવકવેરો ભરવાની અથવા વસૂલવાની પ્રક્રિયા ખરાબ રીતે પ્રભાવિત થઇ છે. એનાથી લાગે છે કે આવનારા સમયમાં પાકિસ્તાનને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.