બજાર » સમાચાર » વિદેશ

Apple WWDC 2021: Facetime અપડેટ સાથે નવું iOS 15 લૉન્ચ, SharePlay જેવી વધુ નવા ફિચર્સ

Appleએ તેની વર્લ્ડવાઇડ ડેવલપર કોન્ફરન્સ (WWDC 2021) ઇવેન્ટ દરમિયાન iPhonesના માટે ઘણા મહત્વપૂર્ણ અપડેટ્સની જાહેરાત કરી.
ના રોજ પ્રકાશિત Tue, 08, 2021 પર 11:33  |  સ્ત્રોત : Moneycontrol.com

Appleએ સોમવારે તેની વર્લ્ડવાઇડ ડેવલપર કોન્ફરન્સ એટલે કે WWDC 2021 ઇવેન્ટ દરમિયાન iphone માટે નવા iOS 15 રજૂ કર્યા હતા. આ ઇવેન્ટ દરમિયાન વધુ ઘણા મહત્વપૂર્ણ સ સૉફ્ટવેર અપડેટ્સની ઘોષણા કરવામાં આવી છે. નવી ઑપરેટિંગ સિસ્ટમમાં સૌથી પહેલા FaceTime ફિચરને અપગ્રેડ કરવામાં આવી છે, જેમાં Spatial Audio, પોર્ટ્રેટ બેકગ્રાઉન્ડ આપવામાં આવ્યું છે.


આ ઉપરાંત Android અને અન્ય ઘણા પ્લેટફૉર્મ પર એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ વિડિઓ કૉલ માટે ફેસટાઇમ કૉલ માટે એક લિંક પણ આપવામાં આવી છે.


Apple iOS 15 ની સાથે SharePlay પણ લાવ્યો છે. યૂઝર્સ દ્વારા તેમના મિત્રો સાથે Facetime પર Apple TV+થી વિડિઓ અને Apple Musicથી મ્યુઝિકના સંગીતનો આનંદ માણી શકશે.


Appleએ Disney+, Hulu, HBO, TikTok, ESPN, NBA સહિતના ડેવલપર્સ અને બ્રાંડોના માટે એક API પણ ખોલ્યું છે.


iOS 15 પરના સંદેશા એપને તમારી સાથે શેર વિભાગ સાથે અપગ્રેડ કરવામાં આવી છે, જે લિંક, ઇમેજ પ્લેલિસ્ટ્સને એક અલગ સેક્શનમાં બતાવશે. આ સાથે યૂઝર્સ એક મહત્વપૂર્ણ સંદેશને પિન પણ કરી શકશે.


iOS 15માં નોટિફિકેશન શેડમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. યૂઝર્સ એક ડેડિપેટેડ મોડ સેટ અપ કરી ફક્ત મહત્વપૂર્ણ સંદેશાઓને જ આવવાની પરમિશન આપી શકે છે.


નવા ફોકસ મોડ સાથે યૂઝર્સ થી પસંદ કરી શકે છે કે કઈ એપ્સથી નિર્ધારિત સમયગાળા દરમિયાન નોટિફિકેશન અને અલર્ટ બતાવી શકે છે. ફોકસ મોડ અન્ય લિંક કર્યા Apple ડિવાઇસને પણ ઑટોમેટિક રૂપથી સેટ થઈ જશે.


iOS 15 માં કેમેરો લાઇવ ટેક્સ્ટથી સજ્જ છે. આ એક સુવિધા છે, જેના દ્વારા યૂઝર્સ Google લેન્સની જેમ જ ઇમેજમાં ટેક્સ્ટને સ્કેન અને કૉપી કરી શકે છે. આ ફિચર સાત ભાષાઓને ઓળખશે અને તેનો iPhone, iPad અને Mac પર ઉપયોગ થઈ શકે છે.


iOS 15 પર એપ્પલની યૂનિલર્સલ એપ સ્પૉટલાઇટમાં હવે સુધારો કરવામાં આવ્યો છે, જેથી યૂઝર્સ હવે ફોટાઓ દ્વારા પણ શોધી શકશે. Appleએ iOS 15 પર મેપ્સ અને વેધરને પણ અપગ્રેડ કરી છે.


Apple વૉલેટને હવે એક ડિજિટલ ID તરીકે કામ કરવા માટે અપડેટ કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ એરપોર્ટ પર TSA ચેક પૉઇન્ટ્સ પર થઈ શકે છે. જલ્દી હોટલ રૂપને અનલૉક કરવા માટે Apple વૉલેટને Keysનું સપોર્ટ મળશે. એપલ આ માટે Hyattની સાથે ભાગીદારી પણ કરી રહ્યું છે.