બજાર » સમાચાર » વિદેશ

ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડેંશિયલ ઇલેક્શનથી બર્ની સેંડર્સ બાહર, હવે બિડેન આપશે ટ્રંપને ટક્કર

ના રોજ પ્રકાશિત Thu, 09, 2020 પર 16:20  |  સ્ત્રોત : CNBC-Bajar

સીનેટર બર્ની સેંડર્સ (Bernie Sanders) એ બુધવાર, 8 એપ્રિલના એક કૉન્ફ્રેંસ કૉલમાં જાહેરાત કરી કે તે અમેરિકા પ્રેસિડેન્શિયલ કેંપેનથી બહાર નીકળી રહ્યા છે. ડેમોક્રેટ્સ સોશલિસ્ટ બર્ની સેંડર્સ પ્રોગ્રેસિવ છે અને તેનો વિચાર પાર્ટીને લેફ્ટની તરફ સપોર્ટ કરી રહ્યા હતા. પરંતુ હવે તેનુ કેંપેન સમાપ્ત થઈ ચુક્યુ છે. તેની સાથે હવે અમેરિકાના પ્રેસિડેંશિયલ ઈલેક્શનમાં રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડેન્ટ ડૉનલ્ડ ટ્રંપ અને ડેમોક્રેટિક પાર્ટીના લીડર અને વાઇસ પ્રેસિડેન્ટ જે બિડેન સામ સામે છે. અમેરિકામાં આ વર્ષ 3 નવેમ્બરના ચૂંટણી થવાની છે.

સેંડર્સ અત્યાર સુધી ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડેન્શિયલ કેંડિડેટની રેસમાં આગળ ચાલી રહ્યા હતા. તેને વ્હાઇટ હાઉસમાં રાજનૈતિક બદલાવ કરવાનો વાયદો કર્યો હતો. પરંતુ બિડેનના મુકાબલામાં નૉમિનેટિંગ કૉન્ટેસ્ટ હાર્યાની બાદ સેંડર્સે કહ્યુ કે હવે તે કેંપેન ચાલુ નહીં રાખે. જો કે તેમણે એ જરૂર કહ્યુ છે કે ટ્રંપને હટાવા માટે બિડેનની સાથે કામ કરતા રહેશે.

સેંડર્સે કહ્યુ કે તે ડેમોક્રેટિક રિફૉર્મ્સ પર કામ કરતા રહેશે અને પોતાનો એંટી કૉરપોરેટ એજેન્ડા ચાલુ રાખશે. તેમણે કહ્યુ કે તે સરકારી હેલ્થકેર સિસ્ટમ અને લોકો પર વધારે ટેક્સ જેવા મામલા પર કામ કરશે. તેમણે લાઇવ વીડિયો સ્ટ્રીમિંગના દ્વારા કહ્યુ કે અમેરિકી ઈતિહાસના સૌથી ખતરનાક પ્રેસિડેંન્ટ ડૉનલ્ડ ટ્રંપને હટાવા માટે તે કામ કરતા રહેશે.

78 વર્ષના સેંડર્સે કેટલીક રેલીઓ કરી છે અને એંટી-એસ્ટૈબ્લિશમેન્ટ મેસેજ આપ્યા. તેમને યુવાઓનો ઘણો સપોર્ટ મળ્યો જેના લીધેથી શરૂઆતી કૉન્ટેસ્ટ જીતવાની બાદ તે ફેબ્રુઆરીના અંતમાં સાઉથ કેરોલિના પોતાના કૉન્ટેસ્ટ હારી ગયા.

બિડેનને પણ ટ્વિટ કરીને કહ્યુ છે કે સેંડર્સે આ ફક્ત રાજનૈતિક અભિયાન ચલાવ્યુ છે બલ્કિ એક આંદોલન ઉભુ કર્યુ છે. આ આંદોલન કાલે જેટલુ મજબૂત હતુ આજે પણ તેટલુ જ છે. આ આપણા દેશ માટે સારૂ છે.