બજાર » સમાચાર » વિદેશ

ચીના બે ટૂક જવાબ, ભારત સાથે સરહદ વિવાદમાં ટ્રમ્પે કરી મધ્યસ્થીની જરૂર નથી

ના રોજ પ્રકાશિત Fri, 29, 2020 પર 17:14  |  સ્ત્રોત : Moneycontrol.com

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બે દિવસ પહેલા જ ટ્વીટ કરીને પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેઓ ભારત-ચીનની વચ્ચે ચાલી રહેલી સરહદ વિવાદમાં મધ્યસ્થી કરવા માંગે છે. એના પર હવે ચીનનો જવાબ આવી ગયો છે. ચીને શુક્રવારે કહ્યું છે કે, ભારતની સાથે સરહદ પર ચાલી રહેલા તણાવને સમાપ્ત કરવા માટે અમેરિકા રાષ્ટ્રપતિની મધ્યસ્થીની જરૂર નથી.


ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું કે તેઓ બંને પાડોશી દેશોના સૈન્ય વચ્ચે ચાલુ અવરોધ દરમિયાન તણાવ ઘટાડવા માટે તૈયાર, ઇચ્છા અને સક્ષમ છે.


અમેરિકાના પ્રસ્તાવ પર પહેલી વાર પ્રતિક્રિયા આપતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિઆને કહ્યું છે કે બન્ને દેશો હાલના સૈન્ય ગતિરોધ સમાધાન માટે તૃતીય-પક્ષના હસ્તક્ષેપ નથી ઇચ્છતા.


ઝાને ટ્રમ્પના પ્રસ્તાવ વિશે પૂછતાં તેમણે કહ્યું કે, ચીન અને ભારતની વચ્ચે મેકેનિઝમ અને કમ્યુનિકેસન ચેનલ છે. એમાં ટ્રમ્પની મધ્યસ્થતાની જરૂર નથી.


તેમણે કહ્યું, અમે વાતચીત અને વિચાર-વિમર્શ દ્વારા સમસ્યાઓને યોગ્ય નિરાકરણ લાવવા માટે સક્ષમ છીએ. અમને તૃતીય પક્ષના હસ્તક્ષેપની જરૂર નથી.


વાસ્તવિક નિયંત્રણ રેખા પર લદ્દાખ અને ઉત્તર સિક્કિમમાં અનેક ક્ષેત્રમાં ભારત અને ચીનની બન્ને સેનાઓએ તાજેતરમાં સૈન્ય નિર્માણ કર્યા છે. એનાથી ગતિરોધની બે જુદા-જુદા ઘટનાઓના બે સપ્તાહ બાદ પણ બન્ને વચ્ચે વધતા તણાવ વધવા તથા બન્નેના વલણમાં કડકતા હોવાનો સ્પષ્ટ સંકેત છે.


ભારતે કહ્યું છે કે ચીની સૈન્ય લદ્દાખ અને સિક્કિમમાં LAC પર તેના સૈનિકોની સામાન્ય ગશ્તમાં અવરોધ કરી રહી છે. ભારતે પણ ચીનની આ અરજીને સંપૂર્ણપણે નકારી દીધી છે કે ભારતીય હલો દ્વારા ચીની પક્ષના અતિક્રમણથી બન્ને સૈન્ય વચ્ચેનો તણાવ વધ્યો છે.


વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતની તમામ ગતિવિધિઓ સીમાંની આ સંતાલન કરવામાં આવી છે અને ભારતે સીમાં પ્રબંધનના સંબંધમાં હંમેશા ખૂબ જવાબદાર વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું છે કે ભારત તેની સમ્પ્રભુતા અને સુરક્ષા માટે સંપૂર્ણ રિતે પ્રતિબદ્ધ છે.