બજાર » સમાચાર » વિદેશ

Corona પર સૌથી કારગર Vaccine વિકસિત કરવાની ચીનની કંપનીનો દાવો

ના રોજ પ્રકાશિત Mon, 01, 2020 પર 17:03  |  સ્ત્રોત : Moneycontrol.com

બીજિંગ સ્થિત બાયોટેક કંપની સિનોવૈકે કોરોના વાયરસ પર અત્યાર સુધી સૌથી કારગર વેક્સીન બનાવાનો દાવો કર્યો છે. કંપનીનું કહેવુ છે કે આ વેક્સીનની મદદથી કોરોનાનો પ્રસાર રોકી શકાય છે. કંપનીએ એવો દાવો કર્યો છે કે આ વેક્સીન દર્દીઓ પર 99 ટકા સુધી અસરકારક છે અને વર્તમાનમાં 1 હજાર લોકો પર વેક્સીનનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

સમગ્ર વિશ્વના કોરોનાની ચપેટમાં આવવાનું કારણ વિશ્વભરમાં તેની વેક્સીન બનાવાનું કામ જોર-શોરથી શરૂ છે. એવામાં બીજિંગથી આવેલા સમાચાર રાહત પહોંચાડવા વાળા છે. બાયોટેક કંપની સિનોવેક દ્વારા વિકસિત આ વેક્સીનની ત્રીજા ચરણની ટેસ્ટિંગની તૈયારી શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર ટાઈમ્સના અનુસાર વર્તમાનમાં ચીનમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઓછી થવાના કારણે આ વેક્સીનની ટેસ્ટિંગ શરૂ કરી છે અને હાલમાં આ સંબંધમાં ઈંગ્લેંડની સાથે પણ વાતચીત ચાલી રહી છે.

કંપનીનું કહેવુ છે કે બીજિંગમાં આ વેક્સીનને બનાવા માટે પ્લાંટ લગાવામાં આવ્યા. જેમાં 10 કરોડ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે. કોરોના વાયરસના કારણે ખરાબ તબિયત વાળા દર્દીઓ પર આ વેક્સીનનો પ્રયોગ કરવામાં આવશે. તેના અતિરિક્ત સ્વાસ્થયકર્મિઓ અને વરિષ્ઠ નાગરિકોને આ વેક્સિન આપવામાં આવશે. હાલમાં વેક્સીનના બીજા ચરણના ટેસ્ટને પરિણામ આવવામાં થોડો સમય લાગી શકે છે. ત્યાર બાદ થોડી મંજૂરીઓ પણ પ્રાપ્ત કરવી પડશે.

આ વચ્ચે એસ્ટ્રાજેનેકા કંપનીએ કહ્યુ છે કે તે ઑક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત કરવામાં આવેલા વેક્સીનને 100 કરોડ ડોઝનું ઉત્પાદન કરવાના છે. આ વેક્સીનના બધા ટેસ્ટ પૂરા થઈ જવાની બાદ અને તેના રિઝલ્ટ સકારાત્મક આવવાની બાદ સપ્ટેમ્બર સુધી વેક્સીન ઉપલબ્ધ થઈ શકશે. તમને જણાવી દઈએ કે કોરોનાની રોકાથામ માટે કેટલાક દેશોમાં વેક્સીન બનાવા પર શોધ ચાલી રહી છે અને કેટલીક વેક્સીનની ટેસ્ટિંગ મહત્વપૂર્ણ સ્તર પર પહોંચી ગઈ છે.