બજાર » સમાચાર » વિદેશ

ચીનની નવી ચાલ, ભારતને BRI પ્રોજેક્ટમાં સહભાગીભાગી થવાનો આવ્યો ઑફર

ના રોજ પ્રકાશિત Tue, 02, 2020 પર 16:27  |  સ્ત્રોત : Moneycontrol.com

ચીનના લદાખની સરહદ પર ભારત સાથેના તણાવ વચ્ચે નવી ચાલને પગલે ચીને ભારતની સામે આર્થિક વિકાસ માટે ચીનના બીઆરઆઈ પ્રોજેક્ટમાં જોડાવાની ઓફર આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે આનાથી ભારતને આર્થિક રૂપથી ફાયદો થશે, જ્યારે બીઆરઆઈ ચીનનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે.


ચીનના લદાખની સરહદ પર હજારો સૈનિક તૈનાત કર્યા પછી ભારતના સેનિકની તરફથી પ્રતિરોધ પછી ચીને આ તણાવ ઓછો કરવા અને ભારત સાથેના સંબંધો સુધારવા માટે ભારતે બીઆરઆઈની દરખાસ્ત કરી છે. ચીનનું કહેવું છે કે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ (BRI) ભારતની આર્થિક વિકાસ માટે મોટી તકો પૂરી પાડશે.


ચીન સરકારના ગ્લોબલ ટાઇમ્સમાં છપાયેલા લેખ મુજબ, ચીને ભારતને BRIની ઓફર કરી છે. તેમાં કહ્યું છે કે ચીનના પ્રસ્તાવિત BRI પ્રોજેક્ટને કારણે ભારતને આર્થિક રૂપથી લાભ થશે. BRI પ્રોજેક્ટનો હેતુ દેશ અને સંબંધિત સેક્ટરનું વિકાસ કરવાનો છે.


લેખમાં વધુમાં કહ્યું છે કે, બુનિયાદી સુવિધાઓમાં રોકાણ કર્યા પછી, BRI પ્રોજેક્ટથી ભારતને વિશાળ તકો આપશે અને ભારતમાં વિદેશી રોકાણોમાં વધારો કરશે. એના માટે ભારતના ઓદ્યોગિક વિકાસ માટે આ રોકાણ ખૂબ મહત્વનું સાબિત થશે.


મહારાષ્ટ્ર ટાઇમ્સમાં છુપાયેલા સમાચાર મુજબ, ચીને કહ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ભારતની ઇકોનૉમી તેજીથી વધી રહી છે. પરંતુ બુનિયાદી સુવિધાના પર્યાપ્ત રૂપથી વિકસિત ન હોવાને કારણે તેની પ્રગતિ અવરોધાય છે. ભારતે 1991 થી આર્થિક સુધારા કર્યા છે પરંતુ આર્થિક સંકટ, વેપારનું નુકસાન, મોંધવારીના સંકટ પણ છે.


ચીને વધુમાં કહ્યું કે જો ભારત બીઆરઆઈ પ્રોજેક્ટમાં રોકાણ કરશે તો મોટા પાયા પર તેની સમસ્યા દૂર થઇ જાશે. કોરોના સંકટ પછી, બધા દેશો આર્થિક વિકાસ માટે પ્રયાસ કરવા વાળા છે. તેથી, હિંદ મહાસાગર અને અગલ-બગલનું પરિસાર બીઆરઆઈ પ્રોજેક્ટ માટે યોગ્ય છે.


દરમિયાન ભારતે એના પહેલા જ બીઆરઆઈ પ્રોજેક્ટમાં સહભાગી હોવાનું પ્રસ્તાવ અસ્વીકાર કર્યું છે. ભારતનું કહેવું છે કે ચીનનો આ પ્રોજેક્ટ ભારતની સંપ્રભુતા અને સાર્વભૌમિકતા માટે જોખીમ છે. ચીને પાકિસ્તાન સાથે મળીને આર્થિક કોરિડોર પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેનો ભારતે વિરોધ કર્યો છે. આ કોરિડોરનો રસ્તો પાકિસ્તાનના કબજા કરવામાં આવ્યો કાશ્મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાન માંથી પસાર થાય છે.