બજાર » સમાચાર » વિદેશ

ચીનની ધમકી, US-China કોલ્ડ વારથી દૂર રહે India

ના રોજ પ્રકાશિત Mon, 01, 2020 પર 16:48  |  સ્ત્રોત : Moneycontrol.com

ચીને ભારતને ધમકી આપી છે કે તે અમેરિકા અને ચીનની વચ્ચે બની રહેલી શીત યુદ્ઘની સ્થિતિથી સ્વયંને દૂર રાખે. ચીનને કહ્યુ થે કે જો ભારત અમેરિકા અને ચીનની શીત યુદ્ઘમાં સહભાગી થાય છે તો તેને તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે.

જ્યારથી કોરોના વાયરસે દુનિયાને પોતાની ચપેટમાં લીધુ અને અમેરિકાએ ચીનના વુહાન શહેરથી ફેલાયેલા આ વાયરસના લીધેથી ભારી નુકસાનનો સામનો કરવો પડ્યો છે અને મોટી સંખ્યામાં અમેરિકા નાગરિક આ વાયરસના કારણે કાલના મોઢામાં સમાઈ ગયુ છે ત્યારથી અમેરિકા ચીન પર કોરોના વાયરસને લઈને ઘણા ગંભીર આરોપ લગાવી રહ્યા છે.

અમેરિકાએ ચીન પર વ્યાપારથી સંબંધિત ઘણી પાબંદીઓ લગાવી છે. તેના લીધેથી ચીન અને અમેરિકામાં તણાવ વધી રહ્યુ છે અને તેની વચ્ચે કોલ્ડ વારની સ્થિતિ બનતી જોવામાં આવી રહી છે. હજુ હાલમાં જ અમેરિકાએ સ્વયંને ડબ્લ્યૂએચઓથી પણ અલગ કરી લીધુ છે.

ચીન સરકારના ગ્લોબલ ટાઈમ્સમાં એક લેખ આવ્યો છે કે જેની અનુસાર ભારતમાં રાષ્ટ્રવાદી ભાવના વધી રહી છે. ચીન અને અમેરિકાની વચ્ચે શરૂ કોલ્ડ વારની પરિસ્થિતિનો લાભ ઉઠાવા માટે આ ભાવનાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો કે ચીનનું કહેવુ છે કે ભારતને આ કોલ્ડ વારમાં સહભાગી થવાના બારામાં સાવધાન રહેવુ જોઈએ.

મહારાષ્ટ્ર ટાઈમ્સમાં છપાયેલા સમાચારના મુજબ ચીને કહ્યુ છે કે ભારત જો અમેરિકાના સાથીના રૂપમાં આ યુદ્ધમાં ભાગ લેશે તો તેનુ પરિણામ ખરાબ હશે. જો ચીન પર હમલો કરવા માટે ભારત અમેરિકાને સાથે આપે છે તો આ બન્ને એશિયાઈ દેશોની વચ્ચે આર્થિક અને વ્યાપારિક સંબંધો પર ખરાબ અસર થશે. જેના લીધેથી ભારતની ઈકોનૉમીને મોટુ નુકસાન થઈ શકે છે.

આ વચ્ચે ભારત અને ચીનની સીમા વિવાદ પર મધ્યસ્થતા કરવાના પ્રસ્તાવ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રંપે આપ્યુ હતુ જેને ભારત અને ચીન બન્નેને અસ્વીકાર કરી દેવાયુ હતુ. ચીને અમેરિકાથી સ્પષ્ટ કહ્યુ હતુ કે ભારત અને ચીનની સીમા વિવાદ સુલજાવામાં સક્ષમ છે અને તેમાં કોઈ ત્રીજા દેશની મધ્યસ્થતાની આવશ્યકતા નથી.