બજાર » સમાચાર » વિદેશ

Coronavirus vaccine: ઑક્સફોર્ડ યુનિવર્સિટી AstraZenecaના ટ્રાયલ પર આપી શકે થે આજે સારા સમાચાર

ના રોજ પ્રકાશિત Thu, 16, 2020 પર 13:21  |  સ્ત્રોત : Moneycontrol.com

Coronavirus vaccine AstraZeneca। ઑક્સફર્ડ યુનિવર્સિટીની Covid-19 વેક્સીન AstraZeneca (એસ્ટ્રાઝેનેકા) ના પ્રથમ ટ્રાયલથી જોડાયેલા સકારાત્મક સમાચાર આજે એટલે કે 16 જુલાઇએ આવી શકે છે. રોઇટર્સ અનુસાર, ITVના પોલિટિકલ ડિરેક્ટર રોબર્ટ પેસ્ટને આ માહિતી આપી હતી.


AstraZeneca વેક્સીનની ટેરાયલ ત્રીજા તબક્કામાં પહોંચી ગઈ છે. એટલે કે, Covid-19 સંક્રમણને સામે આ વેક્સીનની મોટા પાયે ટ્રાયલ હવે માણસો પર કરવામાં આવી રહી છે. પરંતુ આ વેક્સીનના નિર્માતાઓએ પણ હવે એના પહેલા તબક્કાના ડેટા પણ જાહેર કર્યા નથી. આશા છે કે ઑક્સફર્ડ યુનિવર્સિટી AstraZeneca વેક્સીનના પહેલા તબક્કાના ટ્રાયલની જાણકારી આજે સાર્વજનિક કરી શકે છે.


જુલાઇની શરૂઆતમાં આ વેક્સીન બનાવતા ડેવલપર્સનું કહેવુ છે કે અત્યાર સુધીનાં પરિણામો ખૂબ જ ઉત્સાહજનક છે. ત્યારે ડેવલપર્સે કહ્યું હતું કે તેઓ આ મહિનાના અંત સુધીમાં ડેટા રજૂ કરી શકે છે. આશા છે કે લેન્સેટ મેડિકલ જર્નલમાં એનાથી જોડાયેલી રિપોર્ટ છુપાશે.


ઑક્સફર્ડ યુનિવર્સિટીના પ્રવક્તાએ રોઇટર્સને કહ્યું, અમે સાઇન્ટિફિક જર્નલથી પબ્લિકેશનની તારીખ અને ડાટા ક્યારે રજૂ થાશે આ પુષ્ટિ કરી રહ્યા છીએ. એમે હવે આ વાતની જાણકારી નથી કે આ ડેટા ક્યારે જાહેર થશે.


કોરોનાવાયરસ રોગચાળો ફાટી નીકળ્યો હોવાથી, વિશ્વભરમાં 100 થી વધુ વેક્સીન બનાવા પર કામ ચાલી રહ્યું છે. જો કે, આજ સુધી કોઈ પણ તેમાં સફળ થઈ નથી શક્યું. ઝ઼ન હૉપકિંસના આંકડા અનુસાર, 16 જુલાઇ સુધીમાં દુનિયા ભરમાં Covid-19 રોગચાળોથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 13,516,656 થઈ ગઈ છે, જ્યારે રોગચાળોએ સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં 5,83,450 લોકોની મૃત્યુ થઇ ગઇ છે.