બજાર » સમાચાર » વિદેશ

George Floyds ની મૃત્યુની સામે અમેરિકામાં જોરદાર પ્રદર્શન, પ્રેસિડેંટ ટ્રંપને બંકરમાં લેવી પડી શરણ

ના રોજ પ્રકાશિત Mon, 01, 2020 પર 12:50  |  સ્ત્રોત : CNBC-Bajar

ન્યૂયૉર્ક ટાઈમ્સના રિપોર્ટના મુજબ યૂએસ પ્રેસિડેન્ટ ડૉનલ્ડ ટ્રંપને 29 મે ની રાત્રે થોડા સમય માટે અંડરગ્રાઉડ બંકરમાં લઈ જવામાં આવ્યા. લૉ ઈન્ફોર્સમેન્ટ એજેન્સીઓના હવાલામાં સીએનએનને મળેલી જાણકારીના મુજબ પ્રેસિડેંટ ટ્રેંપ બંકરમાં 1 કલાકથી પણ ઓછા સમય સુધી રહ્યા ત્યાર બાદ તેને ઊપર લઈ જવામાં આવ્યા.

મીડિયા રિપોર્ટના મુજબ પ્રેસિડેટ ટ્રંપની પત્ની મેલાનિયા ટ્રંપ અને તેના દીકરા બેરનને પણ બંકરમાં લઈ જવા પડ્યા.

આ ઘટના ત્યારે થઈ જ્યારે 29 મે ના સેંકડો પ્રદર્શનકારીઓએ વ્હાઈટ હાઉસની તરફ મોર્ચો કરવાનું શરૂ કરી દીધુ અને યૂએસ સિક્રેટ સર્વિસ અને યૂનાઈટેડ સ્ટેટ પાર્ક પોલિસ ઑફિસરોએ તેમને રોકવાની કોશિશ કરી.

તમને જણાવી દઈએ કે સમગ્ર અમેરિકામાં એક આફ્રીકી-અમેરિકી નાગરિક જૉર્જ ફ્લૉયડની મિનિયાપોલિસમાં પોલિસ કસ્ટડીમાં મૃત્યુની બાદ જોરદાર પ્રદર્શન ચાલી રહ્યુ છે જેની બાદ અમેરિકાના લગભગ 40 શહેરોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યુ છે.

યૂએસ નેશનલ ગાર્ડના કર્મચારી 15 રાજ્યોની તેનાત કરી દેવામાં આવ્યા છે. વાશિંગટન ડીસીમાં પણ સુરક્ષા ઈંતજામ કડક કરી દેવામાં આવી છે.