બજાર » સમાચાર » વિદેશ

India China Faceoff: અમેરિકાએ ફરીથી આ કેસના નિરાકરણમાં મદદની ઓફર

ના રોજ પ્રકાશિત Fri, 25, 2020 પર 12:27  |  સ્ત્રોત : Moneycontrol.com

અમેરિકા એશિયાના દિગ્ગજ દેશો ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા ગતિરોદ પર પહેલા પણ કોઇ વાર તેનું સમાધાન કરવા માટે મદદ કરવાની ઓફર કરી ચૂક્યો છે. જેને બન્ને દેશોએ અત્યાર સુધી સ્વીકાર નથી કર્યું. આ દરમિયાન, અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું છે કે તેમણા આ વાતની ખુશી થાશે જો તે ભારત-ચીન વિવાદમાં મદદ કરી શકે. પરંતુ એની સાથે જ ગઇ કાલે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સમાં આશા વ્યક્ત કરી કે ભારત અને ચીન સ્વયં જ પોતાના સ્તર પર હાલના સરહદ વિવાદોનો સમાધાન કરવામાં સક્ષમ રહેશે.


જણાવી દઇએ કે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ભારત અને ચીન બન્ને સાથે પરિસ્થિતિ વિશે વાત કરી રહ્યા છે. ન્યૂઝ 18 ના સમાચાર મુજબ તેમણે કહ્યું કે અનેરિકા ચીન અને ભારતના સંબંધમાં મદદ કરવા તૈયાર છે. જો અમેરિકા કાંઇ પણ કરી શકે છે, તો અમે તેમાં શામિલ થઇને મદદ કરવાનું પસંદ કરીશું.


અમેરિકન રાષ્ટ્રપતિનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતીય અને ચીની સૈન્ય કમાન્ડરો વચ્ચે લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર મહિનાઓથી ચાલેલી ગતિરોધની સમાધાન માટે ચર્ચા થઈ રહી છે. જો કે, બન્ને દેશો હિમાલયમાં તેમની વિવાદિત સીમા પર વધુ સૈન્ય મોકલવા પર રોકવા પર બન્ને દેશ રાજી થઇ ગયા છે.