બજાર » સમાચાર » વિદેશ

કાબુલ ડ્રોન હુમલો હતી એક ભૂલ, અમેરિકાએ સ્વીકાર્યું, તેમાં આતંકવાદી નહીં પરંતુ 7 બાળકો સહિત 10 સામાન

US સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર જનરલ ફ્રેન્ક મેકેન્ઝીએ કહ્યું કે તપાસમાં હવે ખુલાસો થયો છે કે આ હુમલો એક ભૂલ હતી.
ના રોજ પ્રકાશિત Sat, 18, 2021 પર 14:38  |  સ્ત્રોત : Moneycontrol.com

અમેરિકાના એક શીર્ષ સેના કમાન્ડરે કાબુલ એરપોર્ટ (Kabul Airport) પર ગયા મહિને આત્મઘાતી ઘમાકાના થોડા દિવસો બાદ ISI-Kના આતંકવાદીઓને નિશાન બનાવતા ડ્રોન હુમલા (drone Attack)ને ભૂલ તરીકે સ્વીકાર્યો છે. આ હુમલામાં સાત બાળકો સહિત 10 નાગરિકો માર્યા ગયા હતા. અમેરિકા સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર જનરલ ફ્રેન્ક મેકેન્ઝીએ 29 ઓગસ્ટના હુમલાની તપાસના પરિણામો પર પત્રકારોને કહ્યું કે ડ્રોન હમલામાં નુકસાન પામેલા વાહનો અને જાનહાનિ ISI-K સાથે જોડાયેલા અથવા અમેરિકા સેના માટે કોઈ ખતરો થવાની કોઈ શંકા ન હતી.


જોકે તેમણે કહ્યું કે હાલમાં આ હુમલાને ઇસ્લામિક સ્ટેટ હુમલા બાદ હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જમીનની સ્થિતિના સંદર્ભમાં જ સમજવો જોઇએ. એરપોર્ટ પર થયેલા હુમલામાં અમેરિકનના 13 સૈનિકો માર્યા ગયા અને 100 થી વધુ નાગરિકોએ જીવ ગુમાવ્યા. સાથે જ ગુપ્તચર અધિકારીઓએ એક અન્ય નિકટવર્તી હુમલાનો સંકેત આપ્યો હતો.


જનરલ મેકેન્ઝીએ કહ્યું કે તપાસના પરિણામોની વિગતવાર સમીક્ષા કર્યા બાદ તેઓ સંમત થયા કે સાત બાળકો સહિત 10 નાગરિકો તે ડ્રોન હુમલામાં માર્યા ગયા હતા, જે દુ:ખદ છે.


તેમણે પેન્ટાગોનમાં એખ પ્રેસ કૉન્ફ્રેન્સમાં પત્રકારોને કહ્યું, તે એક ભૂલ હતી અને હું માફી માંગુ છું. કમાન્ડર તરીકે હું આ હુમલા અને તેના દુ:ખદ પરિણામ માટે સંપૂર્ણ રીતે જવાબદાર છું. સાથે અમે એ પણ જાણીએ છીએ કે ક્ષતિગ્રસ્ત વાહન અને માર્યા ગયેલા લોકોની ISIS-Kથી સંબંધથવા અથવા અમેરિકા સૈન્ય માટે પ્રતિયક્ષ રૂપથી ખતરો રહેવીની આશંકા નથી. હું આ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવાર અને મિત્રો પ્રત્યે સોક વ્યાક્ત કરું છું.


જનરલ મેકેન્ઝીએ કહ્યું કે હુમલાના 48 કલાક પહેલા ગુપ્ત જાણકારીએ સંકેત આપ્યો હતો કે આ પરિસરનો ઉપયોગ ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ ભવિષ્યના હુમલા માટે કરી રહ્યા છે. હુમલાથી 36 કલાક પહેલા, એરપોર્ટ પરના અધિકારીઓને આસન્નથી સંબંધિત 60 અલગ-અલગ ગુપ્ત જાણકારી મળી.


તેમણે કહ્યું કે અધિકારીઓને ગુપ્ત માહિતી મળી કે ઇસ્લામિક સ્ટેટ આગામી હુમલામાં સફેદ રંગની ટોયોટા કોરોલા કારનો ઉપયોગ કરશે, જેની બાદ 29 ઓગસ્ટની સવારે કમ્પાઉન્ડની દેખરેખ સઘન બનાવી છે.


તેમણે કહ્યું કે તપાસમાં હવે સામે આવ્યું છે કે આ હુમલો એક ભૂલ હતી. તેમણે કહ્યું, પહેલા મને જણાવવા દો કે આ ઉતાવળનો હુમલો ન હોતો. અધિકારીઓએ વાહન અને તેના પરના લોકો પર લગભગ આઠ કલાક સુધી નજર રાખી હતી. સેના દલએ આ હમલા આ વિશ્વાસની સાથે કર્યા કે તે અમારી અને નાગરિકો પર આસન્ન જોખમ રોકા રકરી રહ્યા છે, જ્યારે હવે લાગે છે કે તે યોગ્ય નથી.


જનરલ મેકેન્ઝીએ કહ્યું છે કે, હું આજે અહીં હકીકતો રજૂ કરવા અને અમારી ભૂલો સ્વીકારવા આવ્યો છું. અંતે હું આ કહ્યું કે આ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માંગુ છું. તેમણે કહ્યું કે અમેરિકા વળતર આપવાની સંભાવના પણ શોધી રહ્યું છે.