બજાર » સમાચાર » વિદેશ

Lebanon: બેરૂત બોમ્બ વિસ્ફોટો સંદર્ભે પીએમ સહિત સમગ્ર સરકારનું રાજીનામું, રાષ્ટ્રપતિએ કર્યો સ્વીકાર

ના રોજ પ્રકાશિત Tue, 11, 2020 પર 10:54  |  સ્ત્રોત : Moneycontrol.com

લેબનાન (Lebanon) ની રાજધાની બેરૂત (Beirut) ગયા અઠવાડિયે થયેલા ધડાકાઓ અંગે કેબિનેટે રાજીનામું આપ્યું છે. લેબનીઝના વડા પ્રધાન હસન દિઆબ (Hassan Diab) પર ભ્રષ્ટાચાર અને બેદરકારીનો આરોપ મૂકાયો છે. જેના કારણે દેશની રાજધાનીમાં વિસ્ફોટ થયો છે. દેશના રાષ્ટ્રપતિ મિશેલ એઉન (Michel Aoun) એ દિઆબનું રાજીનામું સ્વીકાર્યું છે અને નવું કેબિનેટ બને ત્યાં સુધી સરકારને પદ પર ચાલુ રાખવા જણાવ્યું છે.

બેરૂતના પોર્ટ પર મોટાપાયે વિસ્ફોટ થતાં લોકોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. જેના કારણે સરકારે નમવું પડ્યું હતું અને આખી સરકારને રાજીનામું આપવાની ફરજ પડી હતી. નવા આંકડા મુજબ, વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 200 લોકોનાં મોત થયાની નોંધાઈ છે. તે જ સમયે 600 થી વધુ લોકો ઘાયલ થયા છે. દેશના વડા પ્રધાન દિઆબે કહ્યું કે આજે હું આ સરકારના રાજીનામાની જાહેરાત કરું છું. ભગવાન લેબનાનની રક્ષા કરે (May God protect Lebanon) આ વાક્યને તેમણે 3 વખત પુનરાવર્તન કર્યું.

તમને જણાવી દઈએ કે 4 ઓગસ્ટના બેરૂત પોર્ટ પર થયેલા ધમાકાના પૂરા પોર્ટને તબાહ કરી દીધો છે. ત્યાર બાદ સમગ્ર દેશમાં સરકાર અને સત્તાધારી વર્ગમાં પ્રદર્શનોના સિલસિલો શરૂ થઈ ગયો છે. લેબનાનના લોકોને આરોપ છે કે સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર અને લાપરવાહીના લીધેથી તે ધમાકો થયો છે. માનવામાં આવે છે કે ભંડારમાં રાખેલા 2750 ટન એમોનિયમ નાઇટ્રેટમાં આગ લાગવાના કારણે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટથી 10 અબજ થી 15 અબજ ડોલરનું નુકસાન થવાની આગાહી કરવામાં આવી છે અને વિસ્ફોટ બાદ લગભગ ત્રણ લાખ લોકોને લેઘર કરવામાં આવ્યા છે.