બજાર » સમાચાર » વિદેશ

TikTokને માઈક્રોસોફટ ખરીદવા માટે તૈયાર પરંતુ ચીનએ લગાવ્યો અવરોધ

ના રોજ પ્રકાશિત Tue, 04, 2020 પર 16:10  |  સ્ત્રોત : Moneycontrol.com

ચીન અને અમેરિકાની વચ્ચે તનાવ હવે વધી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે જો ટિકટૉકએ તેના અમેરિકન નું ઑપરેશન બિઝનેસ કોઇ અમેરિકી કંપનીને નહીં વેચે તો એના પર પ્રતિબંધ લગાવી શકાય છે. એના પહેલા પણ ટ્રમ્પે અમેરિકામાં ટિકટૉક પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. હવે તેના જવાબમાં, ચાઇના ડેલી ન્યૂઝ પેપરએ એક સંપાદકીયમાં જણાવ્યું છે કે ચીની સરકાર માઇક્રોસૉફ્ટ કોર્પ દ્વારા ટિકટૉકની સંપાદન નહીં સ્વીકારશે, અને વૉશિંગ્ટન વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. એટલે કે, ચીની સરકારે સ્પષ્ટ કહ્યું છે કે ટિકટૉક અમેરિકામાં બિઝનેસ ઑપરેસનની હિસ્સેદારી નહીં વેચશે. ચાઈન ડેલી ન્યૂઝ પેપર બીજિંગનું સમર્થક માનવામાં આવે છે.


એક વીડિયોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોકને ચેતવણી આપી છે કે જો 15 સપ્ટેમ્બર સુધીમાં ટિકટૉકે તેનો બિઝનેસ કોઈ અમેરિકન કંપનીને નહીં વેચે તો તેના પર બેન લગાવામાં આવશે. આ સાવચેતીભર્યા વીડિયોને પગલે ટિકટૉકની માલિકી હક રાખવા વાળી કંપની બાઇટડાન્સ લિમિટેડ (ByteDance Ltd)ને જબરદસ્ત સમર્થન મળ્યો છે. ચીનના અખબારે કહ્યું છે કે અમેરિકાનું આ પગલું ચોરી કરવા બરાબર છે.


આ પેપરમાં વધુમાં જણાવાયું છે કે ચીન ચીની કંપની પર લગેલા ચેરી નહીં સ્વીકારે. આનો જવાબ આપવાની ઘણી રીતો છે. જણાવી ઇએ કે બાઇટડાન્સ દુનિયાની સૌથી મોટી સ્ટાર્ટઅપ કંપની બની છે. આ કંપની પર અમેરિકન ધારાસભ્યો દ્વારા ડેટા ચોરીનો આરોપ લગાવ્યો છે. ત્યારે તેને સુરક્ષા માટે જોખમ પણ ગણાવ્યું છે. જો કે, કંપનીએ તેની સ્પષ્ટતામાં કહ્યું છે કે તે ચીની સરકારને બિલ્કુલ પણ અમેરિકાના યૂઝર્સના ડેટા શેર નથી કરતું.