બજાર » સમાચાર » વિદેશ

North Koreaએ બનાવ્યા મિસાઇલથી ફાયર કરવા વાળા નાના પરમાણુ હથિયાર: UN

ના રોજ પ્રકાશિત Tue, 04, 2020 પર 15:26  |  સ્ત્રોત : Moneycontrol.com

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UN Security Conferance)ની ઉત્તર કોરિયા (North Korea)ની બાબતો અંગેના નિષ્ણાતોની સમિતિએ પોતાની રિપોર્ટમાં જણાવ્યું છે કે ઉત્તર કોરિયાએ બેલિસ્ટિક મિસાઇલોથી કાઢવામાં આવેલા પરમાણુ શસ્ત્રોનો લગભગ વિકાસ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રની રિપોર્ટ મુજબ ઉત્તર કોરિયા પરમાણુ હથિયાર બનાવાના કામમાં ઝડપીથી લાગ્યા છે અને સંભવત. 30 થી 40 પરમાણુ હથિયાર બનાવ્યા છે.


સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની નિષ્ણાતોની સમિતિએ તેની પુષ્ટિ કરતાં કહ્યું કે ઉત્તર કોરિયા સંયુક્ત રાષ્ટ્ર સંધના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ઉત્તર કોરિયા સતત તેના પરમાણુ કાર્યક્રમમાં વધારો કરી રહ્યો છે. કમેટીએ પોતાના રિપર્ટમાં જણાવ્યું છે કે ઉત્તર કોરિયા સતત તેનો પરમાણુ કાર્યક્રમ ચલાવી રહ્યો છે. એના હેઠળ ઉચ્ચ સંવર્ધન વાળા યૂરેનિયમ અને લાઇટ વૉરટ રિએક્ટરનું નિર્માણ કરવું શમિલ છે.


રિપોર્ટ તૈયાર કરવા વાળા એક દેશ મુજબ ઉત્તર કોરિયા સંભવત તેના પરમાણુ હથિયાર સટૉકને પણ વધારી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રની રિપોર્ટ પર અમેરિકાએ કોઇ ટિપ્પણી નથી કરી. એક સભ્ય દેશએ કહ્યું કે ઉત્તર કોરિયા સતત પરમાણુ હથિયારનું ઉત્પાદન કરી રહ્યું છે. આ અંતરિમ રિપોર્ટમાં આ કહેવામાં આવ્યું છે કે ઘણા દેશોનું માનવું છે કે ઉત્તર કોરિયાએ મિસાઇલોમાં ફિટ કરવા માટે નાના પરમાણુ હથિયાર બનાવ્યા છે.


સંયુક્ત રાષ્ટ્રએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે ઉત્તર કોરિયા પ્રતિબંધોને ઠેન્ગો બતાવતા ફક્ત પરમાણુ કાર્યક્રમ જ નહીં, પરંતુ કોયલાનું નિર્યાત કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના વિશેષજ્ઞાએ આરોપ લગાવ્યું છે કે પ્યોંગયાંગ સતત સાઇબર હમલા કરી રહ્યા છે અને ઑનલાઇન આપરાધિક ગતિવિધિયોમાં સામેલ છે.


ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉને ગયા સપ્તાહ કહ્યું હતું કે પરમાણુ હથિયાર ક્ષમતાથી લેસ થઇ જાવા પછી હવે કોઇ પણ દેશ તેના પર હમલા નહીં કરી શકે. આ પરમાણુ હથિયાર દેશને બહારી જોખમોથી બચાવવા માટે ગેરેન્ટી સાબિત થશે.