બજાર » સમાચાર » વિદેશ

પાકિસ્તાની કોર્ટે ભારતને આપી કુલભૂષણ જાધવ માટે વકીલ નિમણૂક કરવાની મંજૂરી

ના રોજ પ્રકાશિત Mon, 03, 2020 પર 19:19  |  સ્ત્રોત : Moneycontrol.com

પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ હાઈ કોર્ટે (Islamabad High Court) સોમવારે પાકિસ્તાની સરકારને નિર્દેશ આપ્યું છે કે મૃત્યુ ની સજા આપેલી ભારતીય નૌસેનાના નિવૃત્ત અધિકારી કુલભૂષણ જાધવ (Kulbushan Jadhav)ને ત્રીજી વખત Consular Access આપ્યું અને તેમના માટે એક વકિલ પણ નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો છે. જાઓ કુલભૂષણ જાધવને વકીલ આપવા અંગેની પાકિસ્તાની સરકારની અરજી પર આજે સુનાવણી કર્યા પછી આ નિર્ણય આવ્યો છે. હાલમાં કોર્ટે 3 સપ્ટેમ્બર સુધી માટે સુનાવણી સ્થગિત કરી છે.


પાકિસ્તાનના અટૉર્ની જનરલ ખાલિદ જાવેદ ખાન (Attorney General Khalid Javed Khan) એ હાઈ કોર્ટમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે કોર્ટે ભારત સરકારને તેના વકીલની નિમણૂક માટે સમય આપ્યો છે, પરંતુ તે વકીલ પાકિસ્તાની હોવા જોઈએ, ભારતીય નહીં. જણાવી દઇએ કે સોમવારે ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં બે જજોની વચ્ચે સુનવણી કરતા આ નિર્ણય આવ્યો હતો. ઇસ્લામાબાદ હાઈકોર્ટે સુનાવણી દરમિયાન પાકિસ્તાની સરકારને કહ્યું છે કે તે વકીલની વ્યવસ્થા કરવા માટે ભારતીય અધિકારીઓનો સંપર્ક કરવા જણાવ્યું હતું.


કોર્ટે કહ્યું કે ભારતને કુલભૂષણ જાધવ માટે વકીલની નિમણૂક માટે વધુ એક તક આપવી જોઈએ. વકીલની દરખાસ્ત પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવશે. સાથે જ કોર્ટએ આ આદેશ આપ્યું કે ભારતીય નૌકાદળના કમાન્ડરએ કુલભૂષણ જાધવને જાણ કરવી જોઈએ કે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.


જણાવી દઇએ કે 22 જુલાઈએ પાકિસ્તાની સરકારે ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં એક અરજી કરી હતી, જેમાં માંગ કરવામાં આવી હતી કે કુલભૂષણ જાધવ માટે એક એડવોકેટની નિમણૂક કરવાની માંગ કરવામાં આવી હતી, જેથી પાકિસ્તાન International Court of Justiceના નિર્ણયને લાગુ કરવામાની પોતાની જવાબદારી પૂરી કરી શકે. પાકિસ્તાને 17 જુલાઈએ ત્રીજી વખત જાધવને Consular Accessની પેશકશ કરી હતી.


ભારતીય નૌકાદળના રિટાયર 50 વર્ષીય અધિકારી કુલભૂષણ જાધવને જાસૂસી પાકિસ્તાનની સૈન્ય અદાલતે જાસૂસી અને આતંકવાદના કથિત કેસમાં એપ્રિલ 2017માં ફાંસીની સજા સંભળાવી હતી. પછી ભારત જાધવને રાજનાયિક દ્વારી પ્રવેશ આપવાનો ઇનકાર કરતા અને મૃત્યુ દંડને પડકારતા આપતા પાકિસ્તાન વિરુદ્ધ આઈસીજે એટલે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ પહોંચ્યા હતા જ્યા જીત મળી હતી. આઇસીજેએ પાકિસ્તાનને જાધવની સજાની સમીક્ષા કરવા અને વહેલી જલ્દીથી જલ્દી કાઉન્સુલર એક્સેસ આપવાનો આદેશ આપ્યો હતો.