બજાર » સમાચાર » વિદેશ

સ્પેનમાં Madrid and Barcelona માં બહાર જમવાની મળી પરમિશન

ના રોજ પ્રકાશિત Sat, 23, 2020 પર 12:47  |  સ્ત્રોત : CNBC-Bajar

સ્પેનમાં લોકોને ખુબ કડક લૉકડાઉનનો સામનો કર્યો અને કોરોનાના નિવારણ માટે કડકથી તેનુ પાલન કર્યુ. હવે સરકારે કહ્યુ છે કે સ્પેનની રાજધાની મેડ્રિડ અને બર્સિલોનામાં કોરોનાવાયરસ લૉકડાઉનને ઓછુ કરવામાં આવશે અને સંક્રમણની દર ઓછી થવાના કારણેથી સોમવારથી બહાર જમવાનુ અને 10 લોકોને ઈકઠ્ઠા થવાની પરવાનગી આપવામાં આવશે.

ત્યાર બાદ સ્પેનના અન્ય વિસ્તારો માંથી પણ લૉકડાઉનની કડકાઈ ઓછી કરવામાં આવશે તેનાથી દેશની 50 ટકા જનતાને લૉકડાઉનની કડકાઈથી રાહત મળશે. આ સપ્તાહે બર્સીલોનામાં વર્કિંગ માટે બીચ પર જવાની પરવાનગી આપી હતી પરંતુ પબ્લિક સ્વીમિંગ અને સન બાથિંગ પર પ્રતિબંધ ચાલુ રહેશે.

સ્પેનના સ્વાસ્થય મંત્રી Salvador IIIa એ કહ્યુ કે લૉકડાઉનની બાદ ઉઠાવામાં આવેલા દરેક પગલા સુરક્ષિત હોવા જોઈએ. તેનાથી બહાર નિકળવાની પ્રક્રિયા જટિલ છે તેના માટે દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી નિભાવી જોઈએ.

મેડ્રિડ અને બર્સિલોનામાં ફુટપાથો અને છતો પર સોમવારથઈ 50 ટકા ક્ષમતાની સાથે બાર અને રેસ્ટૉરેન્ટને ફરીથી ખોલવાની પરવાનગી આપી છે. ચર્ચ પણ ફરીથી ખુલશે અને લોકોને શહેરની બહાર આવા-જવાની મંજૂરી આપશે.

તેના અતિરિક્ત સોમવારથી થિએટર્સ, સિનેમા, આર્ટ ગેલેરી અને મ્યુઝિયમ પણ એક તૃતિયાંશ ક્ષમતાની સાથે ખોલવામાં આવશે. કેટલીક સ્કૂલો પણ ખુલશે અને શિકાર કરવા વધુ માછીમારો પકડવા માટે બહાર નિકળવાની પરવાનગી આપવામાં આવશે.