બજાર » સમાચાર » વિદેશ

મની લૉન્ડ્રિંગ અને ભ્રષ્ટાચારની સૌથી મોટી અસર ગરીબો પર: સંયુક્ત રાષ્ટ્ર

ના રોજ પ્રકાશિત Fri, 25, 2020 પર 17:41  |  સ્ત્રોત : Moneycontrol.com

સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે ટેક્સ ચોરી, ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ (Money laundering)ની સૌથી નકારાત્મક અસર ગરીબો પર પડી છે. સંયુક્ત રાષ્ટ્રની એક સમિતિએ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગને કારણે દુનિયાભરની સરકારોને અરબો ડૉલરની ખોટ થઇ રહી છે, જેમનું ઉપયોગ વિશ્વમાં નિર્ધન લોકોના કલ્યાણ માટે થઈ શકતો હતો. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય આર્થિક જવાબદારી, પારદર્શિતા અને ઇમાનદારી (International Economic Accountability, Transparency and Integrity)ની એક ઉચ્ચ સ્તરીય સમિતિની ગુરુવારે પ્રકાશિત તેની રિપોર્ટમાં કહ્યું કે થઇ શકે છે કે દુનિયાભરની સરકારી સમસ્યાઓ અને તેના સમાધાન પર સહમત નથી, પરંતુ કોર્પોરેટ ટેક્સ ચોરી (Corporate tax theft)ને કારણે તેઓ દર વર્ષે લગભગ 500 અરબ ડૉલરનું નુકસાન કરી રહ્યા છે.


આ સમિતિના અધ્યક્ષ અને લિથુનીયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દાલિયા ગ્રીબૌસ્કાઇટ (Dalia Grybauskataite)એ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર અને ટેક્સ ચોરી ઝડપથી ફેલાઈ રહી છે. ઘણી બેન્કો આમાં જટિલ છે અને ઘણી સરકારો પણ તેમાં લિપ્ત રહી છે. ભ્રષ્ટાચાર અને ટેક્સ ચોરી કરીને નિર્ધને લૂટી રહી છે. અહી રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે FinCEN Files લીકને લઇને દુનિયાભરમાં હોબાળો થઇ ગયો છે કે કેવી રીતે બેન્કોની મની લોન્ડરિંગમાં સામેલ છે.


કોવિડ-19એ નિષ્ફળતા ઉજાગર કરી


દાલિયા ગ્રાબાઉસ્કાઈટે કહ્યું કે ગરીબી, હવામાન પરિવર્તન અને કોવિડ-19 મહામારી સહિતના અન્ય વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે આર્થિક પ્રણાલી પર આધાર રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યારે આ સમિતિના બીજા સહ અધ્યક્ષ, નાઇજીરીયાના વડા પ્રધાન ઇબ્રાહિમ માયાકીએ જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર અને આર્થિક ગુનાઓ સામે અમારી નિષ્ફળતાનો કોવિડ-19એ અને ખુલાસો થયો છે. તમને જણાવી દઇએ કે આ સમિતિનું લક્ષ્ય ગરીબીનો સમાપ્ત કરવા, પર્યાવરણને બચાવવા અને લેગિંક ભેદભાવને સમાપ્ત કરવામાં સંયુક્ત રાષ્ટ્રની એમે મદદ કરવાનો છે.