બજાર » સમાચાર » વિદેશ

Twitter Space: ટ્વિટરએ સ્પેસ હોસ્ટિંગ માટે 600 ફૉલોઅર્સની લિમિટ હટાવી

Twitter તમામ માટે સ્પેસને રોલ આઉટ કરવાથી પહેલા વધુ ફીચર્સ અને ઉપયોગિતામાં સુધારો કરવા માંગતું હતું.
ના રોજ પ્રકાશિત Fri, 22, 2021 પર 18:41  |  સ્ત્રોત : Moneycontrol.com

ગયા વર્ષના અંતમાં લૉન્ચ કરાયેલ, ટ્વિટર (Twitter)નો લાઇવ ઑડિયો ચેટ રૂમ, સ્પેસ (Spaces), હવે iOS અને Android પર દરેક માટે ઉપલબ્ધ છે. અત્યાર સુધી, ટ્વિટર પર સ્પેસ હોસ્ટ કરવા માટે, તમારી પાસે 600 અથવા વધુ ફૉલોઅર્સ હોવા જરૂરી હતા, પરંતુ આ લિમિટને હટાવામાં આવ્યો છે. આ લિમિટ એટલા માટે લાદવામાં આવી હતી કારણ કે ટ્વિટર દરેકને સ્પેસ રોલ આઉટ કરતા પહેલા વધુ ફીચર્સ અને ઉપયોગિતા સુધારવા માંગતું હતું.


આ વર્ષના જૂનમાં, ટ્વિટરે તેના ડેડિકેટેડ ટેબ આપીને સ્પેસ સર્ચને સરળ બનાવ્યું, પછી ઓગસ્ટમાં સ્પેસને કો-હોસ્ટ કરવાનો ઑપ્સન લૉન્ચ કર્યો, જેનાથી બે લોકોને વાતચીતમાં સામેલ વધુ લોકો સાથે હોસ્ટના રૂપમાં કામ કરવાની મંજૂરી મળી.


સપ્ટેમ્બરમાં, તેણે એક સ્પેસ સ્પાર્ક પ્રોગ્રામ રજૂ કર્યો, જો ત્રણ મહિનાનો ત્વરક છે, જે ટૉપ ક્રિએટર્સને વધુ સ્પેસ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમાં મૉનેટ્રી કંપનસેસન, માસિક એડ ક્રિડિટ અને પ્રમોશન સામેલ હતો.


એક નવી સ્પેસ શરૂ કરવા માટે ફક્ત ટ્વિટ બટન પર ટેપ કરો અને સ્પેસ સિલેક્ટ કરો. પછી તમારે તમારી સ્પેસને નામ આપવું પડશે અને પછી નીચે Menuથી ત્રણ ટૉપિક્સ સુધી સિકેલ્ટ કરો.


તમે Start Your Space બટનની બાજુમાં કેલેન્ડર આયકન પર ટેપ કરીને અને એક ડેટ અને ટાઇમ સિલેક્ટ કરવા પણ સ્પેસ સેડ્યૂલ કરી શકે છે.


લાઇવ થયા બાદ, તમે મોટાભાગે બે કો-હોસ્ટને આમંત્રિત કરી શકો છો, જે મેનેજમેન્ટ ટેબનો ઉપયોગ કરીને વાતચીતને મૉડરેટ કરી શકે છે. લિસનર ઇમોજીમાં સામેલ થઇ શકે છે અને રિએક્ટ કરી શકે છે અને રિક્વેસ્ટ બટન સાથે બોલવાની વિનંતી કરી શકે છે. તમે ત્રણ-પોઇન્ટેડ વાળા આયકનને દબાવીને અને મેનૂ માંથી તેને પસંદ પણ કેપ્શન ચાલુ કરી શકો છો.