બજાર » સમાચાર » વિદેશ

અમેરિકાએ લગાવ્યો આરોપ, ચીનએ મેડિકલ સામાનની જાણકારી માંટે છુપાવ્યુ સત્ય

ના રોજ પ્રકાશિત Mon, 04, 2020 પર 17:48  |  સ્ત્રોત : Moneycontrol.com

આખી દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી છે. આ કોરોના વાયરસના પ્રકોપથી અમેરિકા સૌથી વધુ ચીનથી નારાજ છે. અમેરિકાએ ચીન પર આરોપ લગાવ્યો છે કે મેડિકલ સામાનની જામાખોરી કરવા માટે ચીનથી પૂરી દુનિયામાં કોરોના વાયસરના સત્યને છુપાવ્યું છે. ગુપ્ત દસ્તાવેજોમાં આ વાતની જાણકારી બહાર આવી છે.


એજન્સી મળેલ ગૃહ સુરક્ષા મંત્રાલયના ચાર પાના દસ્તાવેજમાં ચીના નેતાઓ જાન્યુઆરીની શરૂઆતમાં દુનિયાથી વૈશ્વિક રોગચાળાની ગંભીરતા જાણીજોઇને છુપાવવામાં આવી હતી. આ દસ્તાવેજોમાં 1 મે લખેલી છે.


બતાવી દઇએ કે આ ખુલાસો એવા સમયમાં થયો છે જ્યારે ટ્રંપ પ્રાશાસને લઇને ચીનની ટીકા કરી રહ્યો હતો. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પિમ્પિયોએ કહ્યું કે કોરોના વાયરસ ફેલાવવા માટે ચીન જવાબદાર છે. ચીનને આ માટે જવાબદાર ગણવું જોઇએ.


ચીનની આકરી ટીકા છતાં પ્રાશાસને ટીકા પણ સરકાર પર સવાલ ઉભા કરી રહ્યા છે. પ્રાશાસનનો આરોપ છે કે સરકાર કડક કાર્યવાહી નથી કરી રહી.


બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધી છાવણીનું કહેવું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પ્રશાસન ટીકાને બીજી દિશામાં ફેરવીને ચીન પર દોષી ઠેરવી રહ્યા છે. ચીન જિઓ પૉલિટિકલ દુશ્મન તો છે જ સાથે અમેરિકાનો એક મોટો વેપાર ભાગીદાર પણ છે.


અમેરિકા રિપોર્ટમાં કહેવામાં આવુંયું છે કે ચીન કોરોના વાયરસને ખૂબ ઓછું બતાવી રહ્યું હતું, જે દરમિયાન તેણે મેડિકલના વસ્તુઓનો પુરવઠો સૌથી વધારે કર્યો હતો, જ્યારે નિકાસમાં ઘટાડો કર્યો હતો. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ચીને આશરે જાન્યુઆરી સુધી ડબ્લ્યુએચઓને પણ માહિતી ન આપી હોતી. તેમણે કોરોના વાયરસના સંક્રમણ વિશે કોઈ માહિતી ન આપી હતી. અગર જાણકારી મળતી તો તેણે વિદેશથી મેડિકલ સામાન માંગાવી લેતા. આ દરમિયાન ફેસ માસ્ક, સર્જિકલ ગાઉનની આયાત ઝડપથી વધી હતી. રિપોર્ટમાં કહ્યું હતું કે આયાત-નિકાસના કેસમાં ચીનના પરિવર્તન સામાન્ય નથી.