બજાર » સમાચાર » વિદેશ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીની સાથે બીજા તબક્કાને trade dealને કર્યું રદ

ના રોજ પ્રકાશિત Sat, 11, 2020 પર 13:52  |  સ્ત્રોત : Moneycontrol.com

અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં ચીન સાથે બીજા તબક્કાની ટ્રેડ ડીલને રદ્દ કરી દીધો છે. તેમણે કહ્યું હતું કે કોરોના વાયરસ સંકટ અંગે બીજિંગના વલણને કારણે બન્ને દેશો વચ્ચેના સંબંધોને ખરાબ અસર થઈ છે, તેથી આ ડીલને રદ કરી રહ્યા છે. શુક્રવારે એરફોર્સ વનના પત્રકારોને જણાવ્યું હતું કે બન્ને દેશો વચ્ચેના સંબંધો બગડતાને કારણે તેઓ હાલ આ સોદા પર વિચાર નથી કરી રહ્યા.


આ વર્ષની શરૂઆતમાં ટ્રમ્પ પ્રશાસને ચીન સાથે સઘન સલાહ-સૂચનો કર્યા બાદ મેગા ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. નોવલ કોરોનાવાયરસ આવ્યા પછી વાશિંગટન અને બીજિંગ વચ્ચેના સંબંધો સતત બગડતા રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે કોવિડ-19 રોગચાળા અંગે ચીન પર ગંભીર આરોપ લગાવ્યા હતા.


ત્યારબાદ હોંગકોંગ પર ચીનના રાષ્ટ્રીય સુરક્ષા કાયદાના અમલીકરણ કરવા માટે, અમેરિકન પત્રકારો પર પ્રતિબંધ, ઉયગર મુસ્લિમો પરના અત્યાચાર અને તિબેટ અંગે ચીનના વલણથી બન્ને દેશો વચ્ચે ઝગડો થયો છે.


ટ્રમ્પે ચીન પર આરોપ લગાવતા કહ્યું છે કે ચીન સાથેના સંબંધો ખરાબ રીતે બગડ્યા છે. તેઓએ કહ્યું કે તેઓ પ્લેગ રોકી શકે છે, તે ઓ પણ તેને રોકી શકે છે પરંતુ તેઓએ તેને નથી રોકી શકતા. તેઓએ તેને ચીનના વુહાન વિસ્તારથી અન્ય વિસ્તારોમાં ફેલાતા રાકા લીધા. તેઓ પ્લેગને રોકી શક્યા હોત પણ તેઓએ એવું નહીં કર્યું.


જણાવી દઇએ કે સૌથી પહેલા કોરોના વાયરસ ચીનના વુહાન શહેરમાં જોવા મળ્યો હતો જે પાછળથી સમગ્ર દુનિયામાં ફેલાયો હતો. આ વાયરસથી અમેરિકામાં 1 લાખ 30 હજારથી વધુ લોકોની મૃત્યુ થઇ ગઇ છે અને અત્યાર સુધી ત્યાં લગભગ 31 લાખ કન્ફર્મ્ડ કેસ થઇ ગયા છે. જ્યારે ચીનમાં આ વાયરસના 4614 લોકોનું જીવ ગયું છે અને લગભગ 85 હજાર કન્ફર્મ્ડ કેસ મળી આવ્યા છે.