બજાર » સમાચાર » વિદેશ

WHOએ ચીનના બીજા કોરોના વેક્સીનને ઇમરજેન્સીમાં ઉપયોગ માટે આપી મંજૂરી

Sinovac-CoronaVac નામની આ વેક્સીન 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપી શકાય છે.
ના રોજ પ્રકાશિત Wed, 02, 2021 પર 10:43  |  સ્ત્રોત : Moneycontrol.com

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ ચીન દ્વારા બનાવવામાં આવેલી બીજી કોરોના વેક્સીનને ઇમરજેન્સીમાં ઉપયોગ કરવાની મંજૂરી આપી છે.


આ વેક્સીનને ચીનના બેજિંગની ફાર્મા કંપની સિનોવાક બાયોટેક (Sinovac Biotech) દ્વારા બનાવવામાં આવી છે. જેનું નામ Sinovac-CoronaVac છે. આ વેક્સીનને 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવશે. આ વેક્સીનના 2 ડોઝ 2-4 સપ્તાહની વચ્ચે લેવાની રહેશે. એના પહેલા રશિયામાં બનેલી સિનોફોર્મ વેક્સીનના ઇમરજેન્સી ઉપયોગ માટે WHOએ મંજૂરી આપી હતી.


મંગળવારે UN હેલ્થ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે એક્સપોર્ટને સુપરત કરવામાં આવેલા આંકડાથી ખબર પડી છે કે વેક્સીના 2 ડોઝ લાગવાથી લગભગ અડધાથી વધુ લોકોમાં કોરોના સંક્રમણના લક્ષણો દેખાઈ નથી રહ્યા. WHO ક્લિનિકલ ટ્રાયલમાં ઘણા મોટા લોકો સામેલ હતા. આવી સ્થિતિમાં એવું નથી કહેવામાં આવ્યું કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં તે કેટલું અસરકારક છે. એજન્સીએ વધુમાં કહ્યું કે અન્ય દેશોમાં સિનોવાકના ઉપયોગથી એકત્રિત કરવામાં આવેલા ડેટાથી ખબર પડે છે કે વૃદ્ધોમાં તેની સારી અસર થાય તેવી સંભાવના છે.


એપ્રિલ મહિનામાં બ્રાઝિલના વૈજ્ઞાનિકોની એક ટીમે સિનેવેક વેક્સીન પર અભ્યાસ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. આ રીપોર્ટમાં વેકસીનનો અસરકારકતા દર (efficacy rate) 50 ટકાથી વધુ હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. જ્યારે એક વર્લ્ડ સ્ટડીમાં તેની Efficacy rate 67 ટકા મળી આવ્યા છે.


ગયા મહિને WHOએ સિનોફાર્મ દ્વારા બનાવામાં આવી કોરોના વાયરસ વેક્સીનને મંજૂરી આપી છે. જ્યારે અત્યાર સુધી ફાઇઝર (Pfizer), એસ્ટ્રાઝેનેકા (AstraZeneca), મૉડર્ના (Moderna), જહોનસન અને જહોનસન (Johnson & Johnson) જેવી વેક્સીનને મંજૂરી આપવામાં આવી છે.