બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

ચૂંટણીને લીધે 2019નું વર્ષ અનિશ્ચિતતાનું રહી શકે: વૈભવ સંધવી

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 10:24  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 36,767.26 સુધી લપસ્યા જ્યારે નિફ્ટીએ 11,006.75 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.4 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું એવન્ડસ કેપિટલ અલ્ટરનેટ સ્ટ્રૅટજીસના કો-સીઈઓ, વૈભવ સંઘવી પાસેથી.

વૈભવ સંઘવીનું કહેવુ છે કે ગ્લોબલ માર્કેટની અનિશ્ચતતા વચ્ચે સારી કંપનીમાં રોકાણ કરવું યોગ્ય. નિફટીનું 35 ટકા વેટેજ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેકટર પર છે. નિફટી સ્ટોકસના પરિણામમાં સારો અર્નિંગ ગ્રોથ જોવા મળશે.

વૈભવ સંઘવીના મતે ચૂંટણીને લીધે 2019નું વર્ષ અનિશ્ચિતતાનું રહી શકે. ખેડૂતોના ખાતામાં રકમ સીધી જમા થતા ગ્રામીણ કન્ઝમ્પશનમાં વૃધ્ધિ થશે. પીસીએ માંથી ત્રણ બેન્ક બહાર આવતા માહોલ સુધરશે. બેન્કિંગ સેકટરમાં આગળ ગ્રોથની ઘણી તક.

વૈભવ સંઘવીના મુજબ બેન્કિંગ અને એનબીએફસી સેકટર માટે લિક્વિડિટી વધારે રાખવી જરૂરી. ઓટો સેકટરના શેર્સ તેની સાઇકલ પ્રમાણે ચાલતા હોય છે. યુએસ- યુરોપના ઇકોનોમીક ડેટા હાલના તબક્કે સારા નથી લાગી રહ્યા.

વૈભવ સંઘવીનું માનવુ છે કે ગ્લોબલ ગ્રોથ હાલના સ્તરે ખાસ્સો નબળો છે. ગ્લોબલ ગ્રોથ નબળો થાય તો ક્રુડમાં સામાન્યપણે તેજી આવે. ગ્લોબલ ગ્રોથ અને ચૂંટણીનો માહોલ જોતા જોખીને રોકાણ કરવું.