બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

માર્કેટમાં કરેક્શન જોવા મળે ત્યારે ખરીદારી માટે સારી તક: દેવેન ચોક્સી

ના રોજ પ્રકાશિત Mon, 14, 2019 પર 10:29  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી કારોબારમાં ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.1 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કે આર ચોક્સી સિક્યોરિટીઝના દેવેન ચોક્સીની પાસેથી.


દેવેન ચોક્સીનું કહેવુ છે કે ગ્રામિણ વિસ્તારમાંથી માગમાં વધારો જોવા મળશે. ગ્લૉબલ પરિસ્થિત હાલ સુધરી રહી છે. ઓક્ટોબરમાં ઘણી રજાઓ હોવાને કારણે રોકાણકારો વિચારમાં છે. એફએમસીજી માટે ફેસ્ટિવ સીઝન સારી રહેશે.


દેવેન ચોક્સીના મતે માર્કેટમાં કરેક્શન જોવા મળે ત્યારે ખરીદારી માટે સારી તક છે. ઇમર્જિંગ ઇકોનોમી માટે સારો સમય છે. ગ્લૉબલ રોકાણકારો માટે ભારત હાલ પૉઝિટીવ ટેરટરી છે. ભારતમાં ટેક્સ ઘટાડો FDI રોકાણકારો માટે આવકાર છે.


દેવેન ચોક્સીના મુજબ કંપનીના નીચા વેલ્યૂએશન રહેતા ગ્લૉબલ ફંડ વધશે. રિયલ એસ્ટેટ સેક્ટર હાલ પડકારરૂપ છે. રિયલ એસ્ટેટમાં તેજીના હાલ કોઇ સંકેત નહીં. સિમેન્ટ સેક્ટર હાલ પહેલા કરતા સારો દેખાઇ રહ્યો છે. સિમેન્ટ સેક્ટરમાં અમુક કંપનીઓમાં રોકાણની સલાહ છે.