બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

બજેટમાં ખેડૂતોને લાભ થાય તેવી જાહેરાતો આવી શકે: ભાવિન શાહ

ના રોજ પ્રકાશિત Thu, 31, 2019 પર 10:56  |  સ્ત્રોત : CNBC-Bajar

બજારની શરૂઆત સારા વધારાની સાથે થઈ છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 0.7 અને નિફ્ટીમાં 0.5 ટકાનો વધારો જોવાને મળી રહ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું સમિક્ષા કેપિટલના ફાઉન્ડર અને પ્રમોટર ભાવિન શાહ પાસેથી.

ભાવિન શાહનું કહેવુ છે કે ખેડૂતોને લાભ થાય તેવી જાહેરાતો આવી શકે છે. વિદેશી રોકાણકારો પર એલટીસીજી અંગે સુધારો આવવો જોઈએ. સ્થાનિક રોકાણકારો માટે ટેક્સ ઘટાડે તો પણ અસર નહીં થાય. સ્મોલ અને મિડકેપની સારી કંપનીઓમાં સારું કરેક્શન આવ્યું છે.

ભાવિન શાહના મતે સ્મોલ અને મિડકેપમાં આવેલી ઓટો કંપનીમાં સારી તક છે. સારી પીએસયુમાં પણ હાલ સસ્તા ભાવે ઉપલબ્ધ છે. આઈટીના પરિણામ ઘણાં સારા આવ્યા છે. આઈટીમાં હાલ વેલ્યુએશન વધારે છે.

ભાવિન શાહના મુજબ અત્યારે આઈટીમાં મોટું રોકાણ કરી શકાય નહીં. ફાર્મા કંપની આધારીત રોકાણ કરવું સલાહનીય છે. કોર્પોરેટ બેન્કને એનસીએલટી અને આઈબીસીનો લાભ થયો છે.