બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

બે કે ત્રણ વર્ષના ગેપ બાદ માર્કેટનું નવી ઉંચી સપાટી તરફ પ્રયાણ

ના રોજ પ્રકાશિત Wed, 27, 2019 પર 10:56  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી દિવસે ઘરેલૂ બજારમાં સારી તેજી જોવામાં આવી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાથી વધારાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું શેરખાનમાં રિટેલ બિઝનેસના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ હેમાંગ જાની પાસેથી.

હેમાંગ જાનીનું કહેવુ છે કે કોર્પોરેટ બેન્ક્સનું પર્ફોર્મન્સ સુધર્યું છે. હાલની તેજીના કારણે રોકાણકારોનો વિશ્વાસ પાછો ફર્યો છે. આઈસીઆઈસીઆઈ બેન્કે ક્વાર્ટર2 નાણાકીય વર્ષ 2020માં મજબૂત પરિણામ રજૂ કર્યા.

હેમાંગ જાનીના મતે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટર રોકાણ માટે 2-3 વર્ષમાં અગ્રણી રહેશે. એફઆઈઆઈનો ઈનફ્લો વધવાના કારણે હાલની તેજી છે. બે કે ત્રણ વર્ષના ગેપ બાદ માર્કેટનું નવી ઉંચી સપાટી તરફ પ્રયાણ. આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, એસબીઆઈ જેવી કોર્પોરેટ બેન્કમાં ટર્નઅરાઉન્ડ આવ્યુ.

હેમાંગ જાનીનું માનવુ છે કે ICICI બેન્કની સબસિડરીને ધ્યાનમાં લઈએ તો તે હાલમાં HDFC બેન્ક કરતા સસ્તો મળી રહ્યો છે. ઑટો ફાઇનાન્સ કંપનીઓમાં કરેક્શન જોવા મળ્યું હતુ. L&T ફાઇનાન્સ અમને પસંદ પડી રહ્યો છે.

હેમાંગ જાનીના મુજબ ડિવીઝ લેબ, બાયોકોન, સન ફાર્મા રોકાણ માટે પસંદ છે. 50% નિફ્ટી કંપનીઓ ઓપરેટીંગ પ્રોફિટમાં ગ્રોથ બતાડવામાં નિષ્ફળ રહી. PVRમાં ઘણુ સારૂ કન્સોલિડેશન જોવા મળ્યું છે.