બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

માર્કેટ ઓલટાઈમ હાઈ કરતા થોડુ જ પાછળ: યોગેશ ભટ્ટ

ના રોજ પ્રકાશિત Wed, 11, 2018 પર 11:13  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી 0.2 ટકા સુધી ઘટીને કારોબાર કરી રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીના સીનિયર ફંડ મૅનેજર યોગેશ ભટ્ટ પાસેથી.

યોગેશ ભટ્ટનું કહેવુ છે કે માર્કેટ ઓલટાઈમ હાઈ કરતા થોડુ જ પાછળ છે, હાલમાં કંસોલિડેશનનો માહોલ છે. અમેરિકા દ્વારા ડૉલર 200 બીએનના ચાની પ્રોડક્ટ પર નવા ટેરિફ લદાતા ટ્રેડ વોર વકર્યું. ડિવિડન્ડ ટેક્સ લદાતા છેલ્લા 3 માસમાં ભારતીય મ્યુચ્યુઅલ ફંડમાં થોડો પ્રવાહ ઘટ્યો પણ સરેરાશ કરતા ઉંચો છે.

યોગેશ ભટ્ટના મતે યુએસ ઈકોનોમીમાં પોઝિટિવ માહોલનો લાભ આઈટી સેક્ટરને થશે જે વધેલા ભાવમાં દેખાય છે. આઈટી કંપનીઓ બીએફએસઆઈ સેગમેન્ટમાં માર્કેટ હિસ્સો વધારવામાં સફળ રહી. ફાર્મામાં મિક્સ્ડ બેગ જોવા મળશે જ્યારે ટેલીકોમમાં નેગેટિવ ગ્રોથ જોવા મળી શકે. ફાર્મા સેક્ટરની કંપનીના ભાવ ખાસ્સા નીચે હોઈ તેમાં ખરીદીની તક ઝડપવી જોઈએ.

યોગેશ ભટ્ટના મુજબ સિલેક્ટીવ પીએસયુ બેન્કમાં પણ ઘટાડે ખરીદીની તક ઝડપવી જોઈએ. મેટલ સ્ટોકમાં લાંબાગાળા માટે રોકાણ કરી શકાય. ભારતમાં માથા દીઠ આવક વધતા કન્ઝમ્પશન પણ વધ્યું. વિશ્વની અગ્રણી ઓટો કંપની ભારતમાં રોકાણ કરવા આતુર છે. ભારતનું કૃષિ સેક્ટર હંમેશાથી આકર્ષક રહ્યું છે, સરકાર કૃષિ સેક્ટરના ઉધ્ધાર માટે મક્કમ છે. કૃષિ સેક્ટરમાં ટેકનોલોજીનો અપનાવ નોંધપાત્ર વધતા ઉત્પાદિતા વધી રહી છે.