બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

દર 6 મહિને ઈક્વિટી પોર્ટફોલિયોનું પૃથકરણ કરવું: દિપક જસાણી

ના રોજ પ્રકાશિત Tue, 13, 2019 પર 10:12  |  સ્ત્રોત : CNBC-Bajar

સપ્તાહના પહેલા કારોબારી દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાનો માહોલ જોવામાં આવી રહ્યો છે. સેન્સેક્સ 0.44 ટકા અને નિફ્ટીમાં 0.36 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું એચડીએફસી સિક્યોરિટીઝના રિટેલ રિસર્ચ હૅડ, દીપક જસાણી પાસેથી.


દિપક જસાણીનું કહેવુ છે કે એફએમ અને પીએમ દ્વારા ઇકોનૉમી માટેના નિવેદનો સારા પરંતુ મોડા આવ્યા. સ્લોડાઉન કારણે ટેક્સ રેવન્યુ ઘટવાની વાત સરકાર રાહતના પગલા વખતે ધ્યાનમાં રાખશે. રિયલ એસ્ટેટમાં હાલ સમસ્યા છે એ વાત સાચી.


દીપક જસાણીના મતે ક્રેડિટનો વપરાશ સમજીને કરવો પડશે. રિયલ એસ્ટેટમાં લાયક ડેવલપર્સને ક્રેડિટ આપવી જોઈએ. ઈકોનોમી સ્લોડાઉનમાંથી બહાર આવે તેવા પ્રયાસ કરવા જોઈએ. ભારત આંતરિક વપરાશ પર મદાર રાખતો હોઈ ગ્લોબલ મંદીની ખાસ અસર નહિ.


દીપક જસાણીના મુજબ દર 6 મહિને ઈક્વિટી પોર્ટફોલિયોનું પૃથકરણ કરવું જોઈએ. સિમેન્ટમાં આવનારા 6 મહિનામાં રોકાણની સલાહ છે. ઓટો સેક્ટર, BFSI સેક્ટરમાં રોકાણની તક હાલમાં છે. પસંદીદા એફએમસીજી અને ફાર્મા સેક્ટરમાં રોકાણ કરી શકાય. આ વખતની રીઝલ્ટ સીઝન ધારણા કરતા નરમ રહી.