બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

બજાર સ્પેશલ મિહિર વોરા સાથે

ના રોજ પ્રકાશિત Sat, 30, 2019 પર 13:01  |  સ્ત્રોત : CNBC-Bajar

માર્કેટ પર જાણીશું મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સના ડિરેક્ટર અને સીઆઈઓ મિહીર વોરા પાસેથી.


મિહિર વોરાનું કહેવુ છે કે વૈશ્વિક અર્થતંત્ર નબળુ છે, પરંતુ બજારમાં તેજી ચાલે છે. સેન્ટ્રલ બેન્કોએ જે વલણને કારણે લિક્વિડિટી વધે છે. સેન્ટ્રલ બેન્કો પોતાની લિક્વીડિટી ઓછુ નથી કરી રહ્યાં છે. આવી જ સ્થિતિ ભારતમાં પણ ચાલી રહી છે. ગયા વર્ષે RBIનું વલણ ઘણું ટાઈટ હતું. પરંતુ હવે RBI પણ દર ઘટાડી રહ્યા છે જેથી બજાર સારૂ ચાલી રહ્યું છે. લિક્વિડિટી સપ્લાય થતી રહેશે તો GDPમાં પણ સારો ગ્રોથ થશે. આવનારી ક્રેડિટ પોલિસીમાં 15-25 bpsનો ઘટાડો થઈ શકે છે.


મિહીર વોરાના મતે પરંતુ વલણમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે છે. લિક્વિડિટીનો ફ્લો NBFCs અને રિયલ એસ્ટેટ સુધી પહોચવો મહત્વપુર્ણ છે. સરકાર NBFCs અને રિયલ એસ્ટેટ સેક્ટરને રિલિફ ફંડ આપી શકે છે. જો રિલિફ ફંડ આવે તો બજારમાં સારી તેજી જોવા મળી શકે છે. વૈશ્વિક બજારના રોકાણકારો સારી કંપનીઓમાં રોકાણ કરે છે. સૈથી વધારે ફ્લો આપણને લાર્જકેપમાં દેખાય છે.


મિહીર વોરાનું માનવુ છે કે મિડકેપ અને સ્મોલકેપમાં આપણને વધારે ફ્લો નથી દેખાઈ રહ્યું છે. PSU બેન્કને સરકારનો સપોર્ટ છે. પરંતુ સરકાર જરૂરીયાત પ્રમાણે જ બેન્કોને સપોર્ટ કરશે. મારા મતે PSU બેન્કના NPAની સમસ્યા સરળતાથી પૂર્ણ નહીં થાય. સરાકર 2-3 વર્ષ સુધી બેન્કને સપોર્ટ કરશે. પરંતુ બેન્કોમાં સારો ગ્રોથ નહીં જોવા મળે છે. સરકાર PSU કંપનીઓના વિનિવેશને લઈને ગંભીર છે.


મિહીર વોરાના મુજબ વિનિવેશથી સરકારનું PSU કંપનીઓમાં રોકણ કરવાનું ઓછુ થઈ જશે. ખાનગી કંપનીઓમાં રોકણની તક જોવી જોઈએ. રિટેલ અને ફાઈનાન્શિયલ સર્વિસિમાં સારૂ બુસ્ટ આવી રહ્યું છે. 5-6 વર્ષ સુધીમાં E-કોમર્સમાં 10-15 મિલિયનનું રોકાણ થઈ ગયું છે. પરંતુ આ લિસ્ટેડ કંપનીઓમાં નથી એટલે આપણને નથી દેખાતું. એફએમસીજીમાં સારૂ ગ્રોથ નથી થઈ રહ્યું.


મિહીર વોરાનું કહેવુ છે કે પરંતું ફૂડ કંપનીઓમાં સારો ગ્રોથ દેખાઈ રહ્યો છે. વેલ્યુએશન મોંઘા હોવાના કારણે FMCGમાં ધીમો ગ્રોથ થઈ રહ્યો છે. સ્ક્રેપેજ પોલિસિમાં વધારે ફેરફાર નહીં આવે. આવનારા 1-2 મહિનામાં ઓટો સેગમેન્ટમાં 8-10 ટકાનો ગ્રોથ દેખાશે. જો જીડીપી ગ્રોથ આવે તો ઓટો સેક્ટરને સારૂ બુસ્ટ મળશે. ટ્રેકટર, PVsમાં સારો ગ્રોથ 4-5 મહિનામાં જોવા મળશે.


મિહીર વોરાના મતે જો સરકાર ખેડુતોને લોનમાં રાહત આપે તો FMCGને ફાયદો થશે. રોકાણકારોએ લાંબા ગાળા માટે રિટેલ અને FMCGમાં રોકાણ કરવુ જોઈએ. રિયલ એસ્ટેટ સેક્ટર રિસ્કી છે પરંતુ બધી કંપનીઓ ખરાબ નથી. રિયલ એસ્ટેટ સેક્ટમાં મારા મતે રોકાણ કરવુ જાઈએ. રિયલ એસ્ટેટ સેક્ટરમાં વધારે રોકાણ નથી. પરંતુ આવનારા 2-3 વર્ષમાં અમે રિયલ એસ્ટેટ અને FMCGમાં રોકાણ વધારીશું. ટેલિકોમ સેક્ટને ગ્રોથ કરવા માટે 50-60 ટકાનો ભાવ વધારો કરવો પડશે.


મિહીર વોરાના મુજબ મારા મતે ટેલિકોમ સેક્ટરનાં લાંબા ગાળા માટે રોકાણ કરવું જોઈએ. એવિએશન સેક્ટરમાં અમારી ઘણી ઓછી રૂચી રહી છે. એવિએશન સેક્ટરમાં અમને અવરોધ વધારે દેખાઈ રહ્યાં છે. એવિએશન સેક્ટર મને નેગેટિવ દેખાય છે. ચીન અને USના ટ્રેડ વોરના કારણે મેટલના વેલ્યુએશનમાં ઘટાડો આવ્યો છે. એલ્યુમિનિયમાં અમે રોકાણ વધારી રહ્યા છે.


મિહીર વોરાનનું કહેવુ છે કે ફાર્માના મિડકેપ સ્ટોકમાં રોકાણ કરવું જોઈએ. પરંતુ બધી ફાર્મા કંપનીઓમાં રોકાણ કરવાની સલાહ નથી. મિડકેપમાં રિસ્ક વધારે છે. માટે મ્યુચ્યુઅલ ફંડ અને ULIPમાં રોકાણ કરવું જોઈએ. જેથી તમારૂ રિસ્ક મિડકેપમાંથી ઓછું થાય છે. આવનારા 2-6 મહિનામાં અર્થતંત્રમાં સુધારો જોવા મળશે. જો RBIનું વલણ સારૂ રહેશે તો ખાનગી બેન્કોમાં સારો ગ્રોથ જોવા મળશે.