બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

બેન્ક અને NBFC અર્થતંત્ર માટે મહત્વનું સેક્ટર: દિપન મહેતા

ના રોજ પ્રકાશિત Fri, 15, 2020 પર 12:04  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું ઇલિક્સર ઇક્વિટીઝના ડિરેક્ટર દિપન મહેતા પાસેથી.

દિપન મહેતાનું કહેવુ છે કે આપણી બેર માર્કેટ હમણાં શરૂ થઈ છે. હજુ સ્થિતિ સુધરતા વધુ થોડા મહિના લાગશે. રોકાણકારે હાલ શાંતિ રાખવી જોઈએ. માગ હાલમાં ઘણી ઓછી છે. લિક્વિડિટી વધતા બેન્કને ઘણો ફાયદો છે.

દિપન મહેતાના મતે આવનારા સમયમાં બેન્કમાં ઘણો સુધારો જોવા મળશે. બેન્ક અને NBFC અર્થતંત્ર માટે મહત્વનું સેક્ટર છે. બન્નેમાં રોકાણ કરવાની તક સારી છે. ડેટા અને ટેલિકોમનો પણ ફાયદો છે.

દિપન મહેતાના મુજબ જનજીવન સામાન્ય થતાં સમય લાગી જશે. કંપનીઓનું ભવિષ્ય ઘણું અનિશ્ચિત છે. ફાર્મા સેક્ટર સારું લાગે છે. ફાર્મામાં પસંદગીની કંપનીમાં રોકાણ કરવું પડશે. ફાર્મામાં થોડું ચેતીને રોકાણ કરવું પડશે.