બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

રોકાણના દ્રષ્ટિકોણથી હાલમાં ખરીદીનો શ્રેષ્ઠ સમય: વિશાલ જાજૂ

ના રોજ પ્રકાશિત Thu, 16, 2020 પર 10:17  |  સ્ત્રોત : CNBC-Bajar

નિફ્ટી 12400 ની નજીક છે જ્યારે સેન્સેક્સમાં 122 અંકોનો વધારો જોવામાં આવી રહ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે કેવી રહેશે તે જાણીશું ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના ઇન્વેસ્ટમેન્ટ મેનેજર વિશાલ જાજૂ પાસેથી.


વિશાલ જાજૂનું કહેવુ છે કે કોર્પોરેટ ટેક્સ કાપને કારણે અર્નિંગમાં સુધાર જોવા મળ્યો. ચોમાસુ લંબાવાને કારણે રુરલમાં સ્લોડાઉન જોવા મળ્યું. અર્નિંગમાં સુધાર માટે ટેલિકોમ સેક્ટરનો મોટો ફાળો રહેશે.


વિશાલ જાજૂના મતે રોકાણના દ્રષ્ટિકોણથી હાલમાં ખરીદીનો શ્રેષ્ઠ સમય છે. Q3ના પરિણામ ગણનાપાત્ર સારા આવે તેવી શક્યતા છે. ટ્રેકટરના ભાવિ વેચાણ માટે M&Mની ટીપ્પણી દોઢ વર્ષ બાદ પ્રોત્સાહક રહી.


વિશાલ જાજૂનું માનવુ છે કે બેન્કો માટે રિકવરી અને એસેટ ક્વૉલિટી વધુ મહત્વની છે. રિયલ એસ્ટેટમાં ગ્રાહકોનું ફોકસ માત્ર બ્રાન્ડેડ બિલડર્સ તરફ જ છે. ક્લિઅર બેલેન્સ શીટવાળી રિયલ એસ્ટેટ કંપનીઓને બાયર્સ પસંદ કરે છે.


વિશાલ જાજૂના મુજબ ઇન્ફ્રાને રડારમાં રાખો પરંતુ એક્ટિવ રોકાણ કરવું નહીં. ટેલિકોમ, PSU, ઑટો મોબાઇલ, રૂરલ ગ્રોથ સેક્ટર્સ પર ફોકસ છે.