બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

ભાવ ઘટે ત્યારે રોકાણનો સૌથી સારો સમય: દેવેન ચોક્સી

ના રોજ પ્રકાશિત Mon, 05, 2018 પર 15:00  |  સ્ત્રોત : CNBC-Bajar

કેઆર ચોક્સીના દેવેન ચોક્સીનું કહેવુ છે કે ફંડામેન્ટલ ક્રૂડના કન્ઝમ્પશનમાં કોઇ પણ પ્રાકારનો વધારો દર્શાવી નથી રહ્યા. ડોલર મજબૂત થવાને કારણે રૂપિયામાં ઘસારો થયો છે. ભારતીય અર્થતંત્ર ઘણાં અંશે મજબૂત થઇ રહ્યું છે. ભારતીય અર્થતંત્ર અત્યારે ફંડામેન્ટલી મજબૂત છે. ભાવ ઘટે ત્યારે રોકાણનો સૌથી સારો સમય છે. અર્નિગનો ગ્રોથ સારો જોવા મળ્યો છે.


અત્યારે માર્કેટના કરેક્શનમાં સારા શેર્સ ખરીદવાની તક છે. લાઇફ ઇન્શ્યોરન્સમાં અમે ખરીદી કરી રહ્યા છે. એચડીએફસી લાઇફ અને બજાજ ફિનસર્વમાં અમે રોકાણ કર્યું છે. કમર્શિયલ વ્હીકલ અને ટુ વ્હીલર બિઝનેસમાં પણ સારો ગ્રોથ જોવા મળી રહી છે. સેક્ટર કરતા કંપનીને વધુ પસંદગી આપીએ છીએ. અર્થતંત્રમાં ગ્રોથ છે, ફિસકલ ડેફિસિટ કન્ટ્રોલમાં છે.


આરબીઆઈ મોનિટરી પોલીસીને ટાઇટ રાખીને બેઠી છે તે ચિંતાનો વિષય છે. એકંદર વ્યાઝદર વધવા માટેની જગ્યા નથી. ઇન્ફ્રાસટ્રક્ચર લેન્ડિંગ માટે સ્પેશલ બેન્ક હોવી જોઇએ. મિડકેપ-સ્મોલકેપ ખરાબ નથી, પમ મેનેજમેન્ટમાં સમસ્યા છે. મિડકેપ માંથી લાર્જકેપ બનવાની ક્ષમતા ઘરાવતી કંપની પર ધ્યાન આપવું જોઇએ.