બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

2019માં મિડકેપમાં સારું રિટર્ન આવી શકે: આશિષ સોમૈયા

ના રોજ પ્રકાશિત Mon, 31, 2018 પર 11:05  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી કારોબારમાં ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. નિફ્ટી 10900 ની નજીક પહોંચ્યો છે જ્યારે સેન્સેક્સમાં 110 અંકોથી વધારાનો વધારો દેખાયો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું મોતીલાલ ઓસવાલ એએમસીના સીઈઓ આશિષ સોમૈયા પાસેથી.

આશિષ સોમૈયાનું કહેવુ છે કે નિફ્ટીમાં અમુક સ્ટોકનું રોકાણ ઘણું સારું છે. નિફ્ટીનું 3.8% જેટલું રિટર્ન છે. નિફ્ટી- બ્રોડ માર્કેટ વચ્ચેના રિટર્નમાં મોટો તફાવત છે. 2017 નિફ્ટીનું 28% રિટર્ન હતું. 2019માં મિડકેપમાં સારું રિટર્ન આવી શકે. લાર્જકેપના પરિણામમાં ઘણી નિરાશા જોવા મળી છે.


આશિષ સોમૈયાના મતે મિડકેપ અને સ્મોલકેપમાં પરિણામો ઘણાં સારા છે. એસઆઈપી રજિસ્ટ્રેશનના આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે. માર્કેટમાં ડિસ્ક્રેશનરી રોકાણ, એનએફઓમાં ઘટડો આવ્યો. કોર્પોરેટ ફેસિંગ બેન્કના એનપીએ વધશે નહીં. બેન્કમાં એનપીએ વધારે નહીં વધે.


આશિષ સોમૈયાનું માનવુ છે કે 2018માં અમુક સ્ટોક ઘણાં મોંઘા લાગતા હતા. ઘણી સારી કંપનીના સ્ટોકમાં કરેક્શન આવ્યું છે. પ્રિ-ઈલેક્શન તેજી જેવું લાગે છે. હાલમાં લિક્વિડિટી વધારવાની વાત ચાલી રહી છે. પ્રિ ઈલેક્શનમાં રેલી જોવા મળશે. ઘણી ઈવેન્ટને કારણે અનિશ્ચિતતા જોવા મળશે.


આશિષ સોમૈયાના મુજબ લાંબા ગાળાના રોકાણને કોઈ અનિશ્ચિતતા નહીં નડે. 2018 વર્ષમાં ઓઓમસીએસમાં તકલીફ જોવા મળી. 2019 ફાઈનાન્સિયલમાં હજુ વિશ્વાસ છે. ઈન્શ્યોરન્સમાં પણ વિશ્વાસ છે. કન્ઝમ્પશન વ્હાઈટ ગુડ્ઝમાં રેલી દેખાશે. મોંઘવારીમા ચિંતા જોવા મળશે.