બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

મજબૂત પીએસયુ બેન્કમાં રોકાણ કરી શકાય: સચિન ત્રિવેદી

ના રોજ પ્રકાશિત Fri, 12, 2019 પર 10:25  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી કારોબારમાં ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. નિફ્ટી 11580 ની ઊપર છે જ્યારે સેન્સેક્સમાં 27 અંકોનો વધારો દેખાયો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું યુટીઆઈ એએમસીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, હેડ ઓફ રિસર્ચ & ફંડ મૅનેજર સચિન ત્રિવેદી પાસેથી.


સચિન ત્રિવેદીનું કહેવુ છે કે FIIs ફ્લૉ આ વર્ષે હાલ સુધી સારો રહ્યો છે. ઇમર્જિંગ માર્કેટ્સમાં અન્ય દેશ કરતા ભારતમાં ઇનફ્લૉ જોવા મળ્યો. બજેટમાં થયેલી અમુક જાહેરાત પર ખૂલાસાની જરૂર છે. સરકાર વિદેશી રોકાણ વધારવાનો સતત પ્રયત્ન કરી રહી છે.


સચિન ત્રિવેદીના મતે હાલ ઇરાનને કારણે ક્રૂડમાં પૉલિટીકલ હલચલ જોવા મળી. ક્રૂડમાં હાલ આ સ્તર યથાવત રહેવાનું અનુમાન. ક્રૂડનો $67નો ભાવ ભારત માટે અનૂકૂળ છે. વિશ્વભરમાં ક્રૂડની માગ ઘટી રહી છે. NBFCs, સિમેન્ટ, ઑટો સેક્ટર્સ પર પૉઝિટીવ મત છે. સ્લૉડાઉનના પગલે US ફેડે પણ રેટ કટનો સંકેત આપ્યો.


સચિન ત્રિવેદીની પસંગદીના સેક્ટર્સમાં કેપિટલ ગુડ્સ, પાવર, ખાનગી બેન્ક, ઑટો અને સિમેન્ટનો સમાવેશ થાય છે. સ્ટોકના બદલે સેક્ટર સ્પેસીફિક રહેવાની જરૂરત છે. IT સેક્ટરના માર્જિન્સ પર દબાણની અપેક્ષા છે.


સચિન ત્રિવેદીના મુજબ NBFCs, સિમેન્ટ, ઑટો સેક્ટર્સ પર પૉઝિટીવ મત. મજબૂત પીએસયુ બેન્કમાં રોકાણ કરી શકાય. કરન્સી મજબૂત થતા IT, ફાર્મા સેક્ટરની અર્નિંગ પર પૉઝિટીવ અસર જોવા મળી. રિટેલ પ્લેયર્સ માટે કોસ્ટ ઑફ કેપિટલ વધી રહ્યાં છે.