હાલના સ્તરે સાવચેતીપૂર્વક રોકાણ કરવું જોઇએ: દેવેન ચોક્સી
ના રોજ પ્રકાશિત Mon, 04, 2019 પર 10:39 | સ્ત્રોત : CNBC-Bajar
સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.6 ટકાથી વધારાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કે આર ચોક્સી સિક્યોરિટીઝના દેવેન ચોક્સીની પાસેથી.
દેવેન ચોક્સીનું કહેવુ છે કે ફેસ્ટીવલ સીઝનમાં ધાર્યા કરતા સારો ગ્રોથ જોવા મળ્યો. ઇકોનોમીની પરિસ્થિતિ ખરાબ નથી, ગ્રાહક વધુ સજાગ થઇ ગયો છે. હાલના સ્તરે સાવચેતીપૂર્વક રોકાણ કરવું જોઇએ.
દેવેન ચોક્સીના મતે સનફાર્મા, સિપ્લા, ગ્લેનમાર્ક જેવી ફાર્મા કંપનીઓ સ્પેશ્યાલિટી પ્રોડક્ટ તરફ વળી રહી છે. ફાર્મા સેક્ટરમાં ગ્રોથની દ્રષ્ટિએ મોમેન્ટમ પોઝિટિવ છે.
દેવેન ચોક્સીના મુજબ ટ્રાફિક સમસ્યાના કારણે ઓટો સેક્ટરમાં PV સેક્ટર માટે હાલ પડકારજનક સમય છે. ઈકોનોમીમાં ગ્રોથ શરૂ થતા CV માટે સારો સમય શરૂ થશે. ચોમાસુ લંબાતા ટ્રેકટરની માગ નબળી રહી.