બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

ક્રેડિટ ગ્રોથ વધતા પીએસયૂ બેન્કમાં સારા વળતર મળી શકે: નીરજ દલાલ

ના રોજ પ્રકાશિત Wed, 07, 2018 પર 10:25  |  સ્ત્રોત : CNBC-Bajar

સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.8 ટકાના વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું 3A કેપિટલ એડવાઇઝર્સના માર્કેટ એક્સપર્ટ નીરજ દલાલ પાસેથી.


નીરજ દલાલનું કહેવુ છે કે દોઢ મહિનાથી કરેક્શનની વાત ચાલતી હતી પણ આવ્યું ત્યારે વાવાઝોડાની જેમ આવી ગયું છે. આવા જંગી કરેક્શનમાં ઘડાળે નવી ખરીદીની તકો મળતી હોય છે. કોટક બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, યસ બેન્કની એસેટ ગુણવત્તા સચવાઈ છે.


ક્રેડિટ ગ્રોથ જોવા મળે તો એસબીઆઈ જેવી પીએસયૂ બેન્કનો ભાવ હાલમાં 500 રૂપિયા હોત. ક્રેડિટ ગ્રોથ વધે તો સારી પીએસયૂ બેન્કમાં આગામી 12-18 માસમાં સારા વળતર મળી શકે છે. કરેક્શન હંમેશા નીચા મથાળે સારા સ્ટોક ખરીદવાની તક પૂરી પાડે છે. ગ્લોબલ કડાકાથી ગભરાવાની જરૂરત નથી. સ્ટોક માર્કેટ ઝડપી નાણા કમાવાનું સાધન નથી પણ સંપત્તિ નિર્માણનું સાધન છે.


ટાટા ગ્લોબલની બધી બ્રાન્ડ ટોપ 5માં સ્થાન ધરાવે છે. એલએન્ડટી, નાગાર્જુન કન્સટ્રક્શન જેવા સ્ટોકમાં ખરીદીની સલાહ મળી રહી છે. રેલ કોચ બનાવતી ટિટાગઢ વેગનમાં ખરીદીની સલાહ બની રહી છે. સ્થાનિક સીવી ખેલાડી અશોક લેલેન્ડમાં ખરીદીની સલાહ મળી રહી છે.