બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

ક્રૂડના ભાવ ઘટે તે ભારત માટે ફાયદાકારક: હેમંત કાનાવાલા

ના રોજ પ્રકાશિત Fri, 11, 2019 પર 11:14  |  સ્ત્રોત : CNBC-Bajar

બજારની શરૂઆત સારા વધારાની સાથે થઈ છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 0.24 ટકા અને નિફ્ટીમાં 0.18 ટકાનો વધારો જોવાને મળી રહ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કોટક લાઇફ ઇન્શોયરન્સના હેડ ઓફ ઇક્વિટી હેમંત કાનાવાલા પાસેથી.

હેમંત કાનાવાલાનું કહેવુ છે કે બેન્કિંગ સેક્ટરમાં થોડી રીલિફ જોવા મળશે. ડોલર નબળો પડી રહ્યો છે એથી આવાત વર્ષે ગ્રોથ નીચો રહી શકે. આપણે હાલમાં વૈશ્વિક ઉતાર-ચઢાવવાળા પર્યાવરણમાં છીએ. આઈટીમાં હાલમાં ન્યુટ્રલ કોલ લઈ શકાય.

હેમંત કાનાવાલાના મતે ક્રૂડમાં શાર્પ ફોલ આવ્યો છે. ઓપેક દેશો દ્વારા થતાં ઉત્પાદન કાપની પણ અસર આવી શકે છે. ક્રૂડમાં થોડો વધારો તો જોવા મળી શકે છે. ક્રૂડના ભાવ ઘટે તે ભારત માટે ફાયદાકારક છે. ક્રૂડના ભાવ ઘટતા આરબીઆઈ પણ પોલીસીમાં હળવાશ રાખે છે.

હેમંત કાનાવાલાના મુજબ બેન્કોના દેવા પર ધ્યાન રાખવું જોઈએ. પીએસયુ બેન્કમાં બ્રાન્ચ વધારે હોવાથી ડિપોઝીટ વધારે આવે છે. એનબીએફસીએસ પણ ગ્રોથ ધીમો કરવાની વાત કરી રહી છે. ઓવર ઓલ ક્રેડિટ ગ્રોથ ધીમો પડી શકે છે. પેસેન્જર વ્હીકલ કન્ઝમ્પશનનું માપદંડ છે. વ્યાજદર વધવા, લિક્વિડિટીની સમસ્યા ઓટોને નડી રહી હતી.