બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

કરન્સી માર્કેટ, દરોમાં બદલાવની માર્કેટ પર અસર: ક્રિષ્ના સંઘવી

ના રોજ પ્રકાશિત Wed, 15, 2020 પર 10:44  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું મહિન્દ્રા મ્યુચુઅલ ફંડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઑફિસરના ક્રિષ્ના સંઘવી પાસેથી.


ક્રિષ્ના સંઘવીનું કહેવુ છે કે કરન્સી માર્કેટ, દરોમાં બદલાવની માર્કેટ પર અસર થાય છે. ઈકોનોમિક ગ્રોથની સ્પષ્ટતા વચ્ચે માર્કેટ આ જ રીતે આગળ વધશે. રૂપિયાના અવમૂલ્યન સાથે નિકાસ કરતી કંપનીને લાભ મળશે. ભવિષ્ય સાથે ચાલતા માર્કેટમાં ચોક્કસ ચિંતાઓ તો જોવા મળશે જ.


ક્રિષ્ના સંઘવીના મતે ઈકોનોમિક સ્લોડાઉન વખતે લાર્જ કેપ સ્ટોક સારી કામગીરી કરતા હોય છે. 2019માં RBIએ અનેકવાર દર ઘટાડ્યા જેની પૉઝિટીવ અસર હવે જોવા મળશે. અત્યાર સુધી નજર અંદાજ થયેલા લાર્જ કેપ સ્ટોકમાં ફરી ચમક જોવા મળશે.


ક્રિષ્ના સંઘવીનું માનવુ છે કે સારા ચોમાસા બાદ ગ્રામીણ ભારતની કામગીરી સુધરતી હોય છે. 2019માં RBIએ અનેકવાર દર ઘટાડ્યા જેની પૉઝિટીવ અસર હવે જોવા મળશે. જે બેન્કોએ એસેટ ગુણવત્તા પર ધ્યાન રાખ્યું છે તેનો ગ્રોથ સારો જોવા મળશે.


ક્રિષ્ના સંઘવીના મુજબ માર્ચ 2020 બાદ BSVIના વાહન આવતા ઓટો સેક્ટર પર સ્પષ્ટતા આવી જશે. ઈલેક્ટ્રીક વેહિકલને માત્ર સ્થાનિક નહિ પણ વિશ્વ પણ અપનાવી રહ્યા છે. Q3 હંમેશાથી નબળુ જ હોય છે માટે વાર્ષિક પરિણામ પર પર ધ્યાન રાખવું. ચીનમાં તકલીફ હોય છે ત્યારે મેટલના ભાવ પણ નરમ પડવા લાગે છે.