બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

મિડકેપ સેક્ટરના સ્ટોક્સમાં હાલ રોકાણની તક: યોગેશ મહેતા

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું યીલ્ડ મેક્સિમાઇઝર્સના યોગેશ મહેતા પાસેથી.
ના રોજ પ્રકાશિત Fri, 30, 2021 પર 13:52  |  સ્ત્રોત : CNBC-Bajar

યોગેશ મહેતાનું કહેવુ છે કે વૈશ્વિક અર્થતંત્રના આંકડા ઘણા સારા રહ્યા. રાહત પેકેજોથી વૈશ્વિક અર્થતંત્રને મદદ મળી રહી છે. ભારતમાં FIIsની વેચવાલીની બજાર પર અસર જોવા મળી. NBFCs સિવાય બાકી સેક્ટરના Q1ના પરિણામ સારા રહ્યા.


યોગેશ મહેતાના મતે ચાઈના પૉલિસીની અસર મેટલ્સ પર વધારે છે. ચાઈના ફેક્ટર યથાવત્ રહેતા મેટલ સેક્ટરમાં તેજી વધશે. રિયલ એસ્ટેસ્ટ સેક્ટરની માગ વધી છે. વર્ક ફ્રોમ હોમ કોન્સેપ્ટથી રિયલ એસ્ટેટ સેક્ટરને સપોર્ટ. ગોદરેજ પ્રોપર્ટીઝ અને શોભા રિયલ્ટી શેર રોકાણ માટે સારા છે.


યોગેશ મહેતાનું માનવું છે કે NBFCs માટે NPAની સમસ્યા મોટી છે. આવનાર બે ત્રિમાસિક માટે NBFCsમાં રોકાણ ન કરવું જોઈએ. લાંબાગાળા માટે ઇન્શ્યોરન્સ સેક્ટર પોઝિટિવ છે. EV સેગ્મેન્ટના કારણે ઓટો એન્સિલરી સેક્ટર આકર્ષક લાગે છે. PSU બેન્ક સેક્ટર પણ રોકાણ માટે સારૂ ગાલી રહ્યું છે.


યોગેશ મહેતાના મુજબ પરિણામ જોતા હાલ ICICI બેન્કમાં રોકાણ માટેની તક છે. ભારતમાં માર્કેટ કેપ વધવાની અસર FIIsના આંકડા પર જોવા મળી. ભારતીય બજારમાં નવા ફંડ્સમાં ઇનફ્લો વધ્યા છે. મિડકેપ સેક્ટરના સ્ટોક્સમાં હાલ રોકાણની તક બની છે. ફાર્મા અને લાર્જકેપ IT કંપનીઓમાથી નીકળી જવું હિતવાહ છે.