બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

હાલ ટેક્નોલોજી સેક્ટરમાં રોકાણ કરી શકાય: જિનેશ ગોપાણી

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના ઇક્વિટી હેડ, જિનેશ ગોપાણી પાસેથી.
ના રોજ પ્રકાશિત Thu, 29, 2021 પર 15:07  |  સ્ત્રોત : CNBC-Bajar

જિનેશ ગોપાણીનું કહેવુ છે કે ચાઈનામાં અનિશ્ચિતતાની અસર બજાર પર જોવા મળી છે. થોડા સમય સુધી વૈશ્વિક વોલેટાલિટી યથાવત્ રહેશે. બજારમાં મોટા ઘટાડાના સંકેતો નથી.


જિનેશ ગોપાણીના મતે USમાં વ્યાજ દર ઘટાડો અર્થતંત્રમાં રિકવરીનો સંકેત છે. SIPમાં રોકાણ વધ્યું છે. અમે એક્સિસ ESG ઇક્વિટી ફંડ લોન્ચ કર્યું છે. આવનાર દિવસોમાં રિસર્ચ માટે ESG ઘણો મહત્વનો ભાગ બનશે.


જિનેશ ગોપાણીના મુજબ પોર્ટફોલિયોનું 25% રોકાણ EM થિમ્સમાં કરીશું. કોવિડની બીજી વેવના કારણે બેન્કિંગ સેક્ટર પર દબાણ બન્યું છે. પ્રાઇવેટ સેક્ટર બેન્કનું પ્રદર્શન સારૂ રહ્યું. ફાર્મા સેક્ટરને પણ માગ વધવાથી સપોર્ટ મળ્યો છે. હાલ ટેક્નોલોજી સેક્ટરમાં રોકાણ કરી શકાય.