બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

એફઆઈઆઈએસ રોકાણ માટે હાલ અમારો પૉઝિટીવ મત: યોગેશ ભટ્ટ

ના રોજ પ્રકાશિત Thu, 10, 2019 પર 11:15  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારની શરૂઆત નબળાઈની સાથે થતી દેખાય રહી છે. સેન્સેક્સ 0.4 ટકા અને નિફ્ટીમાં 0.3 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીના સીનિયર ફંડ મૅનેજર યોગેશ ભટ્ટ પાસેથી.


યોગેશ ભટ્ટનું કહેવુ છે કે યુએસ માર્કેટ ઇક્વિટીમાં છેલ્લા 5 વર્ષમાં તેજી જોવા મળી. ગ્લૉબલી માર્કેટમાં વોલેટાલિટીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતની એફઆઈઆઈએસ ખરીદારીમાં પૉઝિશન ઘણી મજબૂત છે.


યોગેશ ભટ્ટના મતે એફડીઆઈ આંકડા પણ ઘણા મજબૂત છે. ગ્લોબલ માર્કેટમાં 16 ટ્રિલિયન ડોલરની યીલ્ડ નેગેટિવ છે. એફઆઈઆઈએસ રોકાણ માટે હાલ અમારો પૉઝિટીવ મત છે. અમેરિકા-ચીન વચ્ચેના ટ્રેડ વોરની પણ સરેરાશ અસર છે.


યોગેશ ભટ્ટનું માનવુ છે કે ભારત સુધારાના માર્ગ પર રહેતા એફઆઈઆઈએસ આકર્ષણ જળવાશે. દશેરા બુકિંગમાં પણ 40% આસપાસનો ઘટાડો જોવા મળ્યો. એમેઝોન, ફ્લિપકાર્ટના ઈ-કોમર્સના આંકડા પ્રમાણમાં સુધારા તરફી છે.


યોગેશ ભટ્ટના મુજબ સોનાના ભાવ વધતા સોનાના દાગીના ખરીદી ઘટવાનો ઘટસ્ફોટ અગ્રણી કંપનીએ કર્યો. એફએમસીજી સેક્ટરમાં કોર્પોરેટ ગવર્નન્સની સમસ્યા સૌથી ઓછી છે. આ વર્ષે ભારતભરમાં 100%થી વધુ વરસાદ પડ્યો હોવાનું આંકડા દર્શાવે છે. સરકાર વિનિવેશના માધ્યમથી નાણા એકત્ર કરવા પ્રયત્નશીલ છે.