બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

હાલમાં વ્યાજદરમાં ઘટાડો નહીં દેખાય: દિપેન શેઠ

ના રોજ પ્રકાશિત Tue, 05, 2019 પર 10:15  |  સ્ત્રોત : CNBC-Bajar

શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 36,534.37 સુધી લપસ્યા જ્યારે નિફ્ટીએ 10,901.35 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.1 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું એચડીએફસી સિક્યોરિટીઝના દિપેન શેઠ પાસેથી.


દિપેન શેઠનું કહેવુ છે કે ઈન્ડસ્ટ્રીને ફાયદો થાય તેવી કોઈ વાત બજેટમાં ન હતી. બજેટ થોડું લોકાભિમુખ રહ્યું હતું. બજેટમાં સારી રાજનીતિ અને અર્થતંત્રનું ધ્યાન રાખવામાં આવ્યું છે. એફઆઈઆઈએસને ભારતને લઈને બજેટની ચિંતા નથી, પણ ચૂંટણીની છે. કઈ સરકાર બને એ બાબતે એફઆઈઆઈએસ ડરેલા છે.


દિપેન શેઠના મતે ગઠબંધન વાળી સરકાર આવે તો અર્થતંત્ર અને માર્કેટ પર અસર દેખાશે. ક્રૂડના ભાવ 60 ડોલરની આસપાસ રહે તો વ્યાજદર નહીં વધે. ક્રૂડના ભાવ સ્થિર રહે તો મોંઘવારી અને સીએડીની પણ ચિંતા નહીં હોય. હાલમાં વ્યાજદરમાં ઘટાડો નહીં દેખાય. સરકારનું બોરોઈંગ વધવાનું છે અને ટેક્સમાં હાલમાં ઘટાડો થયો છે.


દિપેન શેઠનું માનવુ છે કે રૂપિયામાં આવેલી નરમાશ ફિસ્કલ રિસ્કને જોઈને આવી છે. આ પોલિસીમાં પણ વેઈટ એન્ડ વોચનું જ વલણ આવશે. આટલી નાની રકમ બચવાથી વધારે ફરક જોવા નહીં મળે. નાના ઈલેક્ટ્રિકલ આઈટમ બનાવતી કંપનીઓને ફાયદો થશે. હેવેલ્સ, V-GURD જેવી કંપનીઓને પણ ફાયદો થશે. લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓમાં પણ રોકાણ કરી શકાય.


દિપેન શેઠના મુજબ એસબીઆઈ લાઈફ જેવી કંપનીઓ હાલ સારું પર્ફોમ કરી રહી છે. એસબીઆઈ લાઈફમાં 10-15માં રોકાણ કરી શકાય. આઈટીસીમાં પણ લાંબા ગાળે રોકાણ કરી શકાય. એક્સિસ બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્કમાં મધ્યમ ગાળા માટે રોકાણ કરી શકાય છે. એક્સિસ બેન્કમાં નવા મેનેજમેન્ટને કારણે ફાયદો થશે. એનબીએફસીએસનો ગ્રોથ બેન્ક કરતા વધારે રહ્યો છે.